ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Bhuj » Gandhidham» તાલુકા સંકલન સમિતિની બેઠક પાછી ઠેલી, 13મીએ બોલાવાઇ

    તાલુકા સંકલન સમિતિની બેઠક પાછી ઠેલી, 13મીએ બોલાવાઇ

    DivyaBhaskar News Network | Last Modified - Apr 07, 2018, 03:45 AM IST

    મહિનાના પ્રથમ શુક્રવારે મીટિંગ બોલાવવામાં આવતી હોય છે છેલ્લા કેટલાક સમયથી એક યા બીજા કારણોસર મુહૂર્ત...
    • તાલુકા સંકલન સમિતિની બેઠક પાછી ઠેલી, 13મીએ બોલાવાઇ
      તાલુકા સંકલન સમિતિની બેઠક પાછી ઠેલી, 13મીએ બોલાવાઇ
      ગાંધીધામ તાલુકા સંકલન સમિતિ સહ ફરિયાદ નિવારણની બેઠક સામાન્ય રીતે દર મહિનાના પ્રથમ શુક્રવારે બોલાવવામાં આવે છે. છેલ્લા કેટલાક સમયથી એક યા બીજા કારણોસર બેઠક બોલાવવામાં આવતી નથી, અથવા તો પાછળથી બોલાવવામાં આવે છે. આજે પણ આ બેઠક બોલાવવામાં આવી ન હતી. હવે તા.13ના આ બેઠક બોલાવવામાં આવી હોવાનો દાવો સૂત્રો દ્વારા કરવામાં આવી રહ્યો છે.

      શહેર અને તાલુકામાં જુદા જુદા પ્રશ્નો ઉઠી રહ્યા છે. પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે રજૂઆત કરવામાં આવ્યા છતાં કોઇ જ ઉકેલ આવતો નથી. ખાસ કરીને તાલુકામાં દબાણના પ્રશ્નો વિકટ બની રહ્યા છે. સંકલન સમિતિની બેઠકમાં આ મુદ્દે અવારનવાર ચર્ચા પણ થઇ ચૂકી છે. ખુદ ભાજપના જ આગેવાનો દ્વારા દબાણ કરવામાં આવ્યાના મુદ્દે ફરિયાદ કરવામાં આવી હતી. જે તે સંકલન સમિતિની બેઠકમાં આ મુદ્દો ગાજ્યો હતો. ત્યાર બાદ સમયાંતરે અન્ય મુદ્દાની જેમ આ મુદ્દાને કોરાણે મુકી દેવામાં આવ્યો હતો. એજન્ડા પરની કાર્યવાહી પર પ્રશ્ન ઉકેલવાને બદલે અભેરાઇએ ચડાવી દેવાની નીતિ અપનાવવામાં આવી રહી છે. ખાસ કરીને અંતરજાળ, કિડાણા સહિતના વિસ્તારમાં થયેલા દબાણોનો મુદ્દો ગંભીર છે. આવી જ રીતે નેશનલ હાઇવે ઓથોરીટી દ્વારા પણ જોઇએ તેવી કામગીરી કરવામાં આવતી નથી.

      નિયમિત બેઠક કેમ બોલાવાતી નથી

      જાણકાર વર્તુળોના જણાવ્યા મુજબ વિધાનસભાની ચૂંટણી પહેલા નિયમિત રીતે સંકલન સમિતિની બેઠક બોલાવવામાં આવતી હતી.ત્યાર બાદ એકબીજા કારણોસર અને આચારસંહિતાના બહાને બેઠક બોલાવવાનું ટાળવામાં આવતું હતું. ત્યાર બાદ જોવામાં આવે તો માત્ર ઉલ્લેખ કહી શકાય તેવી બે જ બેઠકો યોજાઇ છે, તેમાં પણ મહત્વના મુદ્દાઓ એજન્ડા પરથી કાઢી લેવામાં આવ્યા હતા અને સામાન્ય બાબતોની ચર્ચા કરવામાં આવી હતી.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: તાલુકા સંકલન સમિતિની બેઠક પાછી ઠેલી, 13મીએ બોલાવાઇ
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    Top
    `