ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Bhuj » Gandhidham» ગોપાલપુરી પોસ્ટ ઓફિસમાં ચેક લેવાનો ઇન્કારનો વિવાદ

    ગોપાલપુરી પોસ્ટ ઓફિસમાં ચેક લેવાનો ઇન્કારનો વિવાદ

    DivyaBhaskar News Network | Last Modified - Apr 07, 2018, 03:45 AM IST

    લીલાશાહના નાગરીકને થયો કડવો અનુભવ
    • ગોપાલપુરી પોસ્ટ ઓફિસમાં ચેક લેવાનો ઇન્કારનો વિવાદ
      ગોપાલપુરી પોસ્ટ ઓફિસમાં ચેક લેવાનો ઇન્કારનો વિવાદ
      ગાંધીધામના લીલાશાહ વિસ્તારમાં રહેલા નાગરીક દ્વારા ગોપાલપુરી પોસ્ટ ઓફિસમાં લાઇટનું બીલ ભરવા માટે ચેકથી પેમેન્ટ કરવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ પોસ્ટ ઓફિસ દ્વારા લાઇનમાં ઉભા રાખવામાં આવ્યા પછી ચેકથી પેમેન્ટ લેવાને બદલે રોકડમાં પેમેન્ટ ચૂકવવા માટે માગણી કરવામાં આવી હતી. આ અંગે નાગરીકે ઉચ્ચકક્ષાએ રજૂઆત પણ કરી દીધા બાદ માહિતી અધિકાર હેઠળ માહિતી માગી છે.

      શહેરના લીલાશાહ વિસ્તારમાં 12-સીમાં રહેતા નિલેશ ઠક્કરે ગોપાલપુરી પોસ્ટ ઓફિસમાં લાઇટનું બીલ ભરવા માટે પ્રયત્ન કર્યો હતો. લાઇટનું બીલ ભરવામાં કતાર લાગી હતી. જેમાં લાંબા સમય સુધી નાગરીકને ઉભા રહેવાની ફરજ પડી હતી. ત્યાર બાદ તેમનો સમયઆવતાં પોસ્ટ ઓફિસના કર્મચારીએ ચેકથી પેમેન્ટ સ્વિકારવાનો ઇન્કાર કર્યો હતો. આ બાબતે નાગરીકે રાજ્ય સરકાર તરફથી લાઇટનું ભરણું ચેકથી સ્વિકારવામાં નહીં આવે તેવો કોઇ પરીપત્ર હોય તો તેની માહિતી માગી હતી. પરંતુ પોસ્ટ ઓફિસ દ્વારા કોઇ જવાબ ન આપતા માહિતી અધિકાર હેઠળ આ માહિતી માગવામાં આવી છે.

      કેન્દ્ર સરકાર કેશલેશ ઝૂંબેશ ચલાવે છે

      કેન્દ્ર સરકાર દ્વારા નાણાંની લેતીદેતીના કિસ્સામાં કેશલેશ ઝૂંબેશ શરૂ કરીને નાગરિકો વધુને વધુ તેનો ઉપયોગ કરે તે માટે ભાર મુકી રહી છે. આવા સંજોગોમાં ચેક દ્વારા પેમેન્ટ સ્વિકારવા માટે ઇન્કાર કરવામાં આવતા પ્રશ્ન ઉભો થઇ રહ્યો છે.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: ગોપાલપુરી પોસ્ટ ઓફિસમાં ચેક લેવાનો ઇન્કારનો વિવાદ
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    Top
    `