તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સત્તાનો દુરુપયોગ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામપાલિકા દ્વારા 35 લાખથી વધુના ખર્ચે થનારા સીસી રોડ સહિતના કામ અંગે ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા. જેમાં નિયત કરવામાં આવેલી શરતને બદલે ફેરફાર પાછળથી કરવામાં આવ્યાનો ચણભણાટ ઉભો થયો છે. ચીફ ઓફિસર દ્વારા ઓફિસ અવર્સ બાદ કરવામાં આવેલી કામગીરી અને પદાધિકારીઓને વિશ્વાસમાં લીધા વિના લેવાયેલા નિર્ણયથી આગામી દિવસોમાં મુદ્દે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવે તેવી શક્યતા ઉભી થઇ છે.

સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ પાલિકામાં છેલ્લા કેટલાક સમયથી ચારેક કરોડથી વધુ રકમના કામ માટે બહાર પાડવામાં આવેલી જાહેરાત પછી ટેન્ડરીંગની પ્રક્રિયામાં અવારનવાર વિવાદ થયા છે. 26મી તારીખ સુધીમાં બીજા રાઉન્ડમાં મંગાવેલા ટેન્ડરમાં કેટલીક શરતો જે નક્કી થઇ છે તેમાં ફેરફાર કરવામાં આવ્યાની વાત બહાર આવી રહી છે. રાષ્ટ્રીય કૃત બેંકોની એફડીની ક્લોઝ કાઢીને સહકારી બેંકની એફડી પણ ચાલશે તેવું નક્કી કરવામાં આવતા સહિતના અન્ય મુદ્દે કચવાટ ઉભો થયો છે. નિયમ મુજબ વર્ષોથી ચાલી આવતી પ્રર્થા તોડવા પાછળ કોનું ભેજું કામ કરી રહ્યું છે અને શું કામ તે અંગે પણ અટકળબાજી પાલિકાના વર્તુળોમાં શરૂ થઇ છે. ઓફિસનો સમય બંધ થયા પછી રાત્રે 9 કલાક સુધી કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલી કામગીરી અને ટેન્ડર ખોલવાની પદ્ધતિ સામે શંકાના વાદળો ઉભા થયા છે. પ્રશ્ને આગામી દિવસોમાં અધિકારી અને પદાધિકારી આમને- સામને આવી જાય તો નવાઇ નહીં.

કારોબારીમાં દડો પહોંચશે

પાલિકામાંઉભા થયેલા વાદ-વિવાદ અંગે જાણકાર વર્તુળોના મત મુજબ આખરી સત્તા કારોબારી સમિતિની છે. જેને કારણે હવે આગામી દિવસોમાં મળનારી કારોબારીની બેઠકમાં ટેન્ડરના ક્લોઝમાં થયેલા કથીત ફેરફાર અંગે જવાબ માંગી શકાય તેમ છે. તેમાં અધિકારીઓ વ્યવસ્થિત રીતે જવાબ આપી શકે તો કંઇક નિયમ મુજબ કાર્યવાહી કરી શકાય તેમ છે. હવે આગામી દિવસોમાં બાબત રસપ્રદ બની રહે તેમ જણાય છે.

પાલિકાના ટેન્ડરની શરતમાં ફેરફારની બૂમ

અન્ય સમાચારો પણ છે...