• Gujarati News
  • { સેન્ટર આંતરરાષ્ટ્રીય સન્માન સાથે ઝળક્યું હતું

{ સેન્ટર આંતરરાષ્ટ્રીય સન્માન સાથે ઝળક્યું હતું

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
{ સેન્ટર આંતરરાષ્ટ્રીય સન્માન સાથે ઝળક્યું હતું

{ મિનિસ્ટ્રીના સચિવના હસ્તે સંચાલકને સન્માનાયા



ભારતસરકારના કંડલા પોર્ટ સી ફેરર્સ વેલફેર સેન્ટરની કેન્દ્ર સરકારે પણ નોંધ લીધી છે. તાજેતરમાં સી ફેરર્સ દિવસે નેશનલ મેરિટાઇમ ઉજવણી સંદર્ભે યોજાયેલા એક કાર્યક્રમમાં મુંબઇ ખાતે શિપિંગ મંત્રાલયના ડાયરેક્ટર જનરલ તથા મિનિસ્ટ્રીના સચિવના હસ્તે સેન્ટર સંચાલકનું બહુમાન કરવામાં આવ્યું હતું.

મુંબઇ ખાતે યોજાયેલા નેશનલ મેરિટાઇમ ઉજવણીની કેન્દ્રીય સમિતિના કાર્યક્રમમાં ભારત સરકારના શિપિંગ મંત્રાલયના ડાયરેક્ટર જનરલ દીપક શેટ્ટી દ્વારા વેલફેર સેન્ટરના સંચાલક જોસેફ ચાકોનું બહુમાન કરવામાં આવ્યું હતું. ઉપરાંત ભારત સરકારના શિપિંગ મંત્રાલયના સેક્રેટરી રાજીવ કુમારે પણ જોસેફ ચાકોને સ્મૃતિચિહન આપીને કંડલા પોર્ટ ખાતે મુલાકાત લેતાં નાવીકોના કલ્યાણ કાર્યક્રમમાં સેન્ટર તથા ચાકોના યોગદાનને બિરદાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, જોસેફ ચાકોને તાજેતરમાં લંડન ખાતે ઇન્ટરનેશનલ મેરીટાઇમ ઓર્ગેનાઇઝેશનના સેક્રેટરી જનરલ કોઝી સેકીમુઝી દ્વારા પર્સનાલિટી ઓફ યર-2015 ઇન્ટરનેશનલ સી ફેરર્સ વેલફેર એવોર્ડ આપવામાં આવ્યો હતો. ત્યાર બાદ કેન્દ્ર સરકારે પણ સન્માન કર્યું છે.