તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • આદિપુરના સામરા મતિયાદેવ સ્મશાનમાં વૃક્ષારોપણ કરાયું

આદિપુરના સામરા મતિયાદેવ સ્મશાનમાં વૃક્ષારોપણ કરાયું

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેશ્વરીસમાજની સ્મશાનભૂમિ સામરા મતિયાદેવ તપોભૂમિમાં આદિપુર મહેશ્વરી સમાજના યુવાનો દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. વૃક્ષારોપણના અભિયાનને પ્રારંભ કરાવતાં માનવતા ગ્રૂપના પ્રમુખ ગોવિંદભાઇ દનિચાએ પ્રથમ વૃક્ષ વાવી જણાવ્યું હતું કે, ચોમાસું દરવાજે ટકોરો મારી રહ્યું છે, ત્યારે વૃક્ષારોપણના અભિયાનથી સમાજની નવી પરંપરાનો આરંભ થઇ રહ્યો છે. દરેક સભ્યે પોતે અને તેના પરિવારના સભ્યો દ્વારા ઓછામાં ઓછું એક વૃક્ષ વાવે અને બાળકની જેમ ઉછેરે. વૃક્ષારોપણના અભિયાનની સાથે સાથે દર અઠવાડિયે સ્મશાન સફાઇ અભિયાન પણ હાથ ધરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...