- Gujarati News
- વર્ષ પૂરું થવા આવ્યું છતાં અંદાજે ~ 1.46 કરોડની વસૂલાત બાકી
વર્ષ પૂરું થવા આવ્યું છતાં અંદાજે ~ 1.46 કરોડની વસૂલાત બાકી
ગાંધીધામતાલુકા પંચાયત દ્વારા ખાસ કરીને જમીન મહેસૂલના વેરા વસૂલાતની કામગીરીમાં લક્ષ્યાંકને પાર પાડવા આવતી કામગીરી નબળી પૂરવાર થઇ રહી છે. નાણાકીય વર્ષ જુલાઇ માસમાં પૂરું થવામાં આવી રહ્યું છે, ત્યારે હજુ દોઢ કરોડ જેટલી રકમની વસૂલાત બાકી છે.
તાલુકા પંચાયત દ્વારા વેરા વસૂલાત ઝુંબેશમાં 50 ટકાથી ઓછી કામગીરી થાય છે. જુદા-જુદા વેરા વસૂલવા માટે અવારનવાર ટકોર કરવામાં આવે છે. છતાં વસૂલાત પૂરતા પ્રમાણમાં કરવામાં તંત્ર નિષ્ફળ જાય છે. સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ જમીન મહેસૂલની વસૂલાતમાં નાણાંકીય વર્ષ જુલાઇ માસ ગણવામાં આવે છે. ગત મહિના સુધી તાલુકા પંચાયતે કરેલી વસૂલાત પર નજર નાખવામાં આવે તો 3.5 કરોડની વસૂલાત કરી છે, ત્યારે 1.46 કરોડની વસૂલાત હજુ પંચાયતના ચોપડે બાકી બોલી રહી છે. ગત વર્ષની બાકી વસૂલાત 1.76 બાકી હતી.
તલાટીને નોટિસ આપવામાં આવે છે
^જમીનમહેસૂલની વસૂલાત માટે વખતોવખત કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. પંચાયત દ્વારા પગલાં ભરવામાં આવી રહ્યાં છે. વસૂલાત માટે તલાટીઓને નોટિસ પણ આપવામાં આવી છે. > સી.ડી.ડામોર, તાલુકાવિકાસ અધિકારી, ગાંધીધામ
નવીમિલકતોની આકારણી થતી નથી
તાલુકાપંચાયતદ્વારા વેરા વસૂલાતમાં કેટલીક મિલકતોની આકારણી થઇ શકતી નથી. કારણ કે, બિલ્ડર દ્વારા તૈયાર કરવામાં આવેલી સોસાયટીમાં જે-તે સભાસદના નામે દસ્તાવેજ થયા હોવાથી તેનું નામ ચોપડે ચડાવી શકાતું નથી. બિલ્ડરના નામે માત્ર સોસાયટી બોલતી હોય છે. વળી, દસ્તાવેજ કરવામાં આવતા નથી, માત્ર સોગંદનામાના આધારે સોસાયટીમાં વ્યવહારો થતા હોવાની વિગત મળી રહી છે. આવા કારણોસર પણ કેટલીક વખત આવી મિલકતો નોંધાતી નથી અને તેની આકારણી થઇ શકતી નથી. આવી આકારણી થઇ હોય તેવી મિલકતોની સંખ્યા વધારે છે. વળી, ઉપરાંત તાલુકામાં વિવિધ વિસ્તારોમાં રોજેરોજ નવી-નવી સ્કીમ બિલ્ડર દ્વારા મૂકવામાં આવી રહી છે.
મેમાસ સુધી 17.62 ટકા વસૂલાત
સૂત્રોમાંથીમળતીમાહિતી મુજબ સરકારના જુદા-જુદા લેણાની વસૂલાતની કામગીરી હાથ ધરવામાં આવે છે. જમીન મહેસૂલ સિવાયની લોકલ સેસ રાજ્ય, લોકલ સેસ પંચાયત, શિક્ષણ ઉપકરના વેરાની વસૂલાત 1 એપ્રિલથી નવું નાણાકીય વર્ષ ગણવામાં આવે છે. મે માસ સુધી તમામ વેરાની કુલ વસૂલાત 5.40 કરોડ જેટલી થઇ છે, જેની ટકાવારી 17.62 ટકા જેટલી છે.