- Gujarati News
- BSFની ગોલ્ડન જ્યુબિલી નિમિત્તે બાસ્કેટ બોલ ટુર્નામેન્ટ યોજાઇ
BSFની ગોલ્ડન જ્યુબિલી નિમિત્તે બાસ્કેટ બોલ ટુર્નામેન્ટ યોજાઇ
સીમાસુરક્ષા દળની સુવર્ણજયંતી નિમિત્તે ગાંધીનગર ખાતે ગુજરાત ફ્રન્ટીયર દ્વારા બાસ્કેટ બોલ ટુર્નામેન્ટ-2015નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 8 ટીમ ભાગ લઇ રહી છે. ટુર્નામેન્ટને આજે વિધિવત રીતે ખુલ્લી મૂકવામાં આવી હતી.
બીએસએફના સત્તાવાર સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગુજરાત ફ્રન્ટીયર બીએસએફ ગાંધીનગર ખાતે છઠ્ઠી જુલાઇથી આઠમી જુલાઇ સુધી બાસ્કેટ બોલ ખેલ પ્રતિયોગિતાનું આયોજન કરવામાં આવ્યું છે. ટુર્નામેન્ટને સેક્ટર હેડ ક્વાર્ટરના ડેપ્યુટી આઇજી પિયૂષ પટેલે વિધિવત રીતે ખુલ્લી મૂકી હતી. પ્રસંગે ફ્રન્ટીયરના અધિકારીઓ તથા જવાનો અને કર્મચારીઓ હાજર રહ્યા હતા. ટુર્નામેન્ટમાં સીમા સુરક્ષા દળ, ગુજરાત સહિત બીએસએફ બોયસ ગાંધીનગર કેમ્પસ, વાયુ સેના ગાંધીનગર, હરગોવિંદ લક્ષ્મીચંદ કોમર્સ કોલેજ, ગાંધીનગર જિલ્લા પંચાયત, આઇટીઆઇ ગાંધીનગર, અમદાવાદ સિનિયર અને અમદાવાદ બોયસ ટીમનો સમાવેશ થાય છે.
બાસ્કેટ બોલની ટુર્નામેન્ટની પ્રથમ મેચ સોમવારે યોજાઇ હતી, જેમાં બોર્ડર સિક્યોરિટી ફોર્સ ગુજરાતની ટીમ આસિસ્ટન્ટ કમાન્ડન્ટ ભગવાનસિંહના નેતૃત્વ હેઠળ અમદાવાદ બોયસ સાથે ટકરાઇ હતી, જેમાં બીએસએફ ગુજરાતના 13 પોઇન્ટથી વિજય થયો હતો, જ્યારે અન્ય એક મેચમાં ગાંધીનગર ડિસ્ટ્રીક્ટની ટીમ બીએસએફ બોયસ ગાંધીનગર કેમ્પસ સાથે ટકરાઇ હતી, જેમાં બીએસએફ બોયસ ટીમ 12 પોઇન્ટથી વિજેતા રહી હતી.
બીએસએફ ગુજરાતની વિજય બનેલી ટીમના સભ્યો.