તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • 6 ઇન્ડસ્ટ્રીઝ ગાર્ડન પ્લોટમાં દબાણકારને પાલિકાની નોટિસ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

6 ઇન્ડસ્ટ્રીઝ ગાર્ડન પ્લોટમાં દબાણકારને પાલિકાની નોટિસ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગાંધીધામનગરપાલીકાને એસઆરસી દ્વારા ગાર્ડન માટે મળેલ 6 ઇન્ડસ્ટ્રીઝ ગાર્ડન વાળા પ્લોટમાં એક ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ભંગારનો સામાન મુકવામાં આવતા આજે તેને નોટીસ આપીને ત્રણ દિવસમાં કબ્જો ખાલી કરી દેવા પાલીકાએ સુચના આપી છે.

ઇન્ડસ્ટ્રીઝ વસાહતમાં પાલીકાને 6 ઇન્ડસ્ટ્રીઝ ગાર્ડન પ્લોટ એસઆરસી દ્વારા આપવામાં આવ્યો છે. પ્લોટમાં રીશી શીપીંગ તથા અન્યો દ્વારા બીનઅધિકૃત રીતે પ્લોટમાં પ્રવેશ કરીને પોતાનો માલ-સામાન, ભંગાર પાલીકાની જમીન પર મુકવામાં આવ્યો છે. તે ગેરકાયદેસર છે. પાલીકા દ્વારા બાબતે સબંધીતોને નોટીસ આપી ત્રણ દિવસમાં કબજો ખાલી કરી પાલીકાને જાણ કરવા જણાવાયું છે. બાબતે જો કોઇ કાર્યવાહી કરવામાં આવે તો દબાણ દુર કરવા સમયે જે પણ સ્થિતિનું નિર્માણ થશે તેની સઘળી જવાબદારી કથીત દબાણકર્તાની રહેશે તેમ જણાવાયું છે. નોટીસમાં વધુમાં એવું પણ પાલીકાએ જણાવ્યું છે કે દબાણ દુર કરવાનો તમામ ખર્ચ વસુલવામાં આવશે અને નિયમ મુજબની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે તેની પણ નોંધ લેવા જણાવાયું છે. બી.કે.મનસુખાણીએ ટેલીફોનીક વાતચીતમાં નોટીસ બાબતે કોઇ જાણકારી હોવાનું કહ્યું હતું.

બીન અધિકૃત કબ્જો લઇને માલ સામાન મુકવામાં આવ્યો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો