તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ગાંધીધામમાં ટ્યુશનમાં યુવતીની છેડતી બાદ બે જુથ વચ્ચે મારામારી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગાંધીધામમાં ટ્યુશનમાં યુવતીની છેડતી બાદ બે જુથ વચ્ચે મારામારી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગાંધીધામખાતે એક પોષ વિસ્તારમાં ધમધમતા ટ્યુશન ક્લાસમાં મંગળવારે સાંજે 4 વાગ્યે એક યુવતીની છેડતી કરતા એક છાત્રને યુવતીના ભાઇએ ટોકતાં મામલો બીચક્યો હતો અને બાદમાં બન્ને જુથ વચ્ચે છુટા હાથની મારામારી થઇ હતી. બાદમાં વાલીઓ દોડી આવતાં મામલો શાંત પડ્યો હતો. બનાવ સબંધે જો કે પોલીસમાં કોઇ નોંધ પડી ન્હોતી.

ગાંધીધામના શક્તિનગર ખાતે મંગળવારે સાંજે શહેરના અન્યત્ર આવેલા એક ટ્યુશન ક્લાસમાં યુવતીની છેડતી કરાઇ હોતાં, યુવતીના ભાઇએ છેડતી કરનાર, ભાઇની સાથે ભણતા યુવકને ઠપકો આપ્યો હતો જેથી ઉશ્કેરાઇ જઇ છેડતી કરનાર સાથે ઉભેલા તેના મિત્રોએ ઠપકો આપનાર યુવકને ધકબુશટનો માર માર્યો હતો.

દરમ્યાન યુવતીના ભાઇના અન્ય મિત્રો પણ આવી જતાં બન્ને જુથ વચ્ચે છુટા હાથની મારામારી થઇ હતી જેના પરિણામે ત્યાં ઉભેલા ન્ય લોકો સરકવા માંડ્યા હતા. દરમ્યાન, યુવકોના વાલીઓને કોઇએ ફોન કરી દેતાં દસેક મીનીટ બાદ ત્યાં વાલીઓ પણ ધસી આવ્યા હતા અને સંભ્રાન્ત સમાજમાંથી આવતા હોઇ તેમણે યુવકોને છોડાવ્યા હતા અનને બાદમાં છેડતી કરનાર યુવકના પિતા અને કાકાએ છેડતી કરનાર યુવકોની હકિકત સાંભળી પોતાના પુત્રને ઠપકમો આપી માફી માગવા કહ્યું હતું જેતથી છેડતી કરનાર યુવકે માફી માગી લીધી હતી અને મામલો સુલઝાઇ ગયો હતો.

સંકુલના મહતમ ખાનગી ટ્યુશન ક્લાસોમા઼ આજ રીતના બનાવો બનતા રહેતા હોવાથી, ટ્યુશન ક્લાસના નામે ચાલતું ડીંડક અવાર-નવાર સપાટી પર આવતું રહે છે અને આમ છતાં વાલીઓ મોંઘી ફિ વસુલતા ટ્યુશન ક્લાસોમાં છાત્રોને મોકલી લૂંટાતા રહે છે. આદિપુરમાં પણ તાજેતરમાં આવો એક કિસ્સો બન્યો હોવાનુ઼ પણ સુત્રોએ જણાવ્યું હતું.

ખાનગી ટ્યુશનની પોલ ખોલતી ગંભીર ઘટનાથી ચકચાર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો