• Home
  • Gujarat
  • Bhuj
  • Gandhidham
  • ગાંધીધામના 3 સહિત પેટ્રોકેમિકલના 8 વેપારી, 5 ટ્રાન્સપોર્ટર્સ પર GSTના દરોડા

ગાંધીધામના 3 સહિત પેટ્રોકેમિકલના 8 વેપારી, 5 ટ્રાન્સપોર્ટર્સ પર GSTના દરોડા

સ્ટેટ ગુડ્ઝ અેન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)ના અધિકારીઓએ રાજ્યમાં પેટ્રોલિયમ પ્રોડક્ટ્સના 8 વેપારીઓ અને 5...

DivyaBhaskar News Network | Updated - Mar 20, 2018, 03:30 AM
ગાંધીધામના 3 સહિત પેટ્રોકેમિકલના 8 વેપારી, 5 ટ્રાન્સપોર્ટર્સ પર GSTના દરોડા
સ્ટેટ ગુડ્ઝ અેન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)ના અધિકારીઓએ રાજ્યમાં પેટ્રોલિયમ પ્રોડક્ટ્સના 8 વેપારીઓ અને 5 ટ્રાન્સપોર્ટર્સ પર કુલ 21 સ્થળે દરોડા પાડ્યા છે. જીએસટી અધિકારીઓ, અમદાવાદ, વડોદરા, ગાંધીધામ, પાનોલી, અંકલેશ્વર, દહેજ, વગેરે સ્થળે ત્રાટક્યા હતા. આ દરોડામાં મહત્વના અને વાંધાજનક દસ્તાવેજો જપ્ત કરાયા છે અને તપાસ ચાલુ છે. તપાસને અંતે જંગી કરચોરી પકડાય તેવી શક્યતા છે.

સૂત્રોના જણાવ્યાનુસાર, સ્ટેટ જીએસટી વિભાગે, પેટ્રોલિયમ પ્રોડક્ટ્સના વેપારીઓ દ્વારા કરચોરી કરાતી હોવાની મળેલી બાતમીના આધારે રાજ્યમાં કુલ 21 સ્થળે એકસામટા દરોડા પાડ્યા હતા. આ વેપારીઓ અને ટ્રાન્સપોર્ટર્સ પરના દરોડામાં વાંધાજનક દસ્તાવેજો, આર્થિક વ્યવહારોની વિગતો ધરાવતા પુરાવા, વગેરે જપ્ત કરાયા છે અને આ દસ્તાવેજોની ચકાસણી અને તપાસને અંતે મોટી કરચોરી પકડાય તેવી શક્યતા છે. જીએસટીમાં ખરીદ- વેચાણ સહિતના વ્યવહારો, રિટર્ન ફાઈલિંગ, વગેરે ઓનલાઈન કરાયા છે. ઓનલાઈન સિસ્ટમ અમલી બનાવાઈ હોવા છતાં વેપારીઓ નવી નવી તરકીબો અજમાવીને કરચોરી કરતા હોવાની બાતમીને પગલે જીએસટી વિભાગ સક્રિય બન્યો છે અને છેલ્લાં કેટલાંક દિવસથી દરોડાની કાર્યવાહી હાથ ધરી છે.

શહેરની એક કંપનીનો સમાવેશ

નામ સ્થળ

અર્હમ પેટ્રોકેમ ગાંધીધામ

જૈનમ ઈન્ડસ્ટ્રીઝ અમદાવાદ

અવની પેટ્રોકેમ હાલોલ

ગંગા રસાયણ પેટ્રોકેમ અંકલેશ્વર

પનામા પેટ્રોકેમ અંકલેશ્વર

વરદાન પેટ્રોકેમ પાનોલી

પ્રાઈમ પેટ્રોકેમ પાનોલી

મહેતા પેટ્રોરીફાઈનરી દહેજ

ધ્રુવ ટ્રાન્સપોર્ટ સર્વિસ વડોદરા

એમ.આર. શાદ લોજિસ્ટિક ગાંધીધામ

આદિત્ય બલ્ક કેરિયર ગાંધીધામ

અમન ટ્રાન્સપોર્ટ સર્વિસ વડોદરા

સ્મિતા ટ્રાન્સપોર્ટ સર્વિસ વડોદરા

X
ગાંધીધામના 3 સહિત પેટ્રોકેમિકલના 8 વેપારી, 5 ટ્રાન્સપોર્ટર્સ પર GSTના દરોડા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App