Home » Gujarat » Bhuj » Gandhidham » જીઆઇડીસીમાં સુવિધા ઉભી કરવા પાલિકાએ 5.85 કરોડ માંગ્યા

જીઆઇડીસીમાં સુવિધા ઉભી કરવા પાલિકાએ 5.85 કરોડ માંગ્યા

Divyabhaskar.com | Updated - Mar 20, 2018, 03:25 AM

ગાંધીધામની જીઆઇડીસીમાં અંદાજે 40 વર્ષ પહેલા કંડલા પોર્ટ દ્વારા બનાવવામાં આવેલ રસ્તાઓ ગાંધીધામ પાલિકાને 1985 માં...

  • જીઆઇડીસીમાં સુવિધા ઉભી કરવા પાલિકાએ 5.85 કરોડ માંગ્યા
    ગાંધીધામની જીઆઇડીસીમાં અંદાજે 40 વર્ષ પહેલા કંડલા પોર્ટ દ્વારા બનાવવામાં આવેલ રસ્તાઓ ગાંધીધામ પાલિકાને 1985 માં સોંપી દેવામાં આવ્યા છે. ત્યારથી કોઇ રોડના કામો થયા નથી. પાલિકાએ એસ્ટીમેન્ટ તૈયાર કરીને 5.85 કરોડ રૂપિયાની રકમ માટે માંગણી કરી છે. રાજ્યના મુખ્યમંત્રીને કરવામાં આવેલી રજુઆતમાં એવી પણ દલીલ કરવામાં આવી છે કે પાલિકા પાસે મોટુ ફંડ ભુગર્ભ ગટર, પાણી અને વીજળી વિના મુલ્યે પુરી પાડવામાં વપરાઇ જાય છે.

    સ્લમ વિસ્તારમાં રહેતા 35 ટકા જેટલી વસ્તીને પાલિકા દ્વારા જીવન જરૂરીયાત અને માળખાકીય સુવિધાઓ પુરી પાડવામાં આવે છે. વિનામૂલ્યે અપાતી આ સુવિધાના કારણે નગરપાલિકાનું મોટું ફંડ તેમાં વપરાઇ જાય છે. ગાંધીધામ સંકુલમાં જીઆઇડીસી અને તેની આજુબાજુ અન્ય ઔધોગિક વિસ્તાર આવેલો છે તેમાં પણ વર્ષોથી રસ્તાઓની નિભાવણીની કામગીરી હાથ ધરાઇ નથી. પાલિકાને દર વર્ષે મર્યાદીત ગ્રાન્ટ મળે છે તેમાં શહેરના મુખ્ય રસ્તાઓ અને રહેણાંક વિસ્તારના આંતરીક રસ્તાઓની માંડ નિભાવણી થઇ શકે છે. નાણાંના અભાવે જરૂરી હોવા છતાં ઔધોગિક વિસ્તારોમાં રસ્તાઓની સુવિધાઓ ન થતા જાહેર રસ્તાઓમાં ત્રણ ત્રણ ફુટ ઉંડા ખાડાઓ પડી ગયા છે. વરસાદી સીઝનમાં આ વિસ્તારમાં અવરજવર કરવાના તમામ રસ્તાઓ બંધ થઇ જાય છે. આ બાબતે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીને પાલિકાના પ્રમુખ ગીતાબેન ગણાત્રાએ પત્ર પાઠવી 5.85 કરોડની ગ્રાન્ટ ફાળવવા માટે માંગણી કરી છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending