ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Bhuj » Gandhidham» કંડલા નજીક ઉભેલા વેસલ સાથે અન્ય જહાજ ટકરાઈ ગયુ

    કંડલા નજીક ઉભેલા વેસલ સાથે અન્ય જહાજ ટકરાઈ ગયુ

    DivyaBhaskar News Network | Last Modified - Mar 24, 2018, 03:25 AM IST

    ક્રાઈમ રિપોર્ટર. ગાંધીધામ/કંડલા કંડલા પોર્ટ નજીક ઓટીબી વિસ્તારમાં દોઢ વર્ષેથી લાંગરેલા જહાજ નોટીકલ ગ્લોબલ...
    • કંડલા નજીક ઉભેલા વેસલ સાથે અન્ય જહાજ ટકરાઈ ગયુ
      કંડલા નજીક ઉભેલા વેસલ સાથે અન્ય જહાજ ટકરાઈ ગયુ
      ક્રાઈમ રિપોર્ટર. ગાંધીધામ/કંડલા

      કંડલા પોર્ટ નજીક ઓટીબી વિસ્તારમાં દોઢ વર્ષેથી લાંગરેલા જહાજ નોટીકલ ગ્લોબલ સાથે પોર્ટથી પરત ફરી રહેલુ પીએસી સીજીઅસ નામનું જહાજ જોરથી ટકરાઈ ગયુ હતુ. મધદરીયે થયેલી બે જહાજો વચ્ચેની આ ટક્કરથી બંન્ને વેસલમાં નુકશાન પહોંચ્યુ છે. અંધારા અને કેપ્ટનની ભુલના કારણે અકસ્માત સર્જાયાની સંભાવના જાણકાર વર્તુળોએ વ્યક્ત કરી હતી. સદભાગ્યે ઘટનામાં કોઇ ઘાયલ થયુ નહતુ.

      દિન દયાલ પોર્ટ ટ્રસ્ટ, કંડલાના ડી.સી. ટી.શ્રીનીવાસે જણાવ્યુ હતુ કે ગુરુવારના 3:30 વાગ્યે પીએસી સીજીઅસ પોર્ટમાંથી નિકળ્યુ હતુ. જેના દોઢ કલાક બાદ અંદાજે સાડા પાંચ વાગ્યાના અરસામાં ઓટીબી વિસ્તારમાં લાંગરેલા નોટીકલ ગ્લોબલ જહાજ સાથે ધડાકાભેર અથડાઈ ગયુ હતુ. જેના કારણે નોટીકલ ગ્લોબલનું લંગર પણ તુટી ગયુ હતુ અને તે એક તરફ ઝુકી ગયુ હતુ. ટક્કરના કારણે નોટીકલ ગ્લોબલની એક બાજુનું આવરણ તુટી ગયુ હતુ અને ટક્કર મારનાર

      ... અનુસંધાન પાના નં.13

      વેસલમાં પણ નુકશાન થયુ હતુ. ઘટનામાં સદભાગ્યે કોઇ ક્રુ મેમ્બરને ઈજા પહોંચવા પામી નથી. આ ઘટના માટે કોણ જવાબદાર? તે પ્રશ્ન ઉઠતા પોર્ટ પ્રશાસને ઘટના તેના વિસ્તારથી ઘણી દુર બની હોવાથી સમગ્ર મામલાથી હાથ ખંખેરી લીધા હતા. તો આ અંગે સંલગ્ન વિભાગોને જાણ કરાયા નું જણાવ્યુ હતુ. અકસ્માત બાદ નોટીકલ ગ્લોબલ જહાજ સીજીઅસને એનઓસી આપે તેની રાહ જોઇને ઉભુ રહ્યુ હતુ. ઘટનામાં થયેલા ડેમેજ વિશે સર્વે કરવામાં આવશે.



      અગાઉ પણ બની ચુક્યા છે બનાવ

      પોર્ટમાં ટગ કે જહાજ અથડાવાના બનાવ ગત વર્ષે બે વાર જોવા મળ્યા હતા. ત્યારે ટગ અને જહાજ વચ્ચે ટક્કર સમુદ્રમાં વધુ કરંટ અને પવનના કારણે સર્જાઈ હોવાનું કારણ ત્યારે આગળ ધરાયુ હતુ. તો ટ્રકનું સમુદ્રમાં પડી જાવુ, જહાજની ટક્કરના કારણે શખ્સનું સમુદ્રમાં પડી જવા જેવી ઘટના પણ બની ચુકી છે.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: કંડલા નજીક ઉભેલા વેસલ સાથે અન્ય જહાજ ટકરાઈ ગયુ
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    Top
    `