Home » Gujarat » Bhuj » Gandhidham » મ્યુનિસીપલ એન્જીનીયરની જગ્યા 10 વર્ષથી ભરવામાં આવી જ નથી

મ્યુનિસીપલ એન્જીનીયરની જગ્યા 10 વર્ષથી ભરવામાં આવી જ નથી

Divyabhaskar.com | Updated - Apr 04, 2018, 03:20 AM

શિપિંગ મંત્રાલયે જો ખામી જણાય તો સંસ્થા વિરુદ્ધ પગલા ભરવા પણ કહ્યુ

  • મ્યુનિસીપલ એન્જીનીયરની જગ્યા 10 વર્ષથી ભરવામાં આવી જ નથી
    ગાંધીધામ પાલિકામાં રેગ્યુલર મ્યુનિસીપલ એન્જીનીયરની જગ્યા 10 વર્ષથી ભરવામાં આવી નથી. જેને કારણે પાલિકાનું પ્લાનીંગ માત્ર જૂનિયર એન્જીનીયર દ્વારા હાલ કરવામાં આવી રહ્યું છે. આ બાબતે અવારનવાર ચણભણાટ પણ ઉભો થાય છે પરંતુ કોઇ પગલા ભરવામાં આવતા નથી.

    શહેરમાં વ્યવસ્થિત રીતે પ્લાનીંગ મુજબ આયોજન થાય અને પાલિકામાં આવેલી ગ્રાન્ટનું સુચારો વહીવટ થાય તે માટે પગલા ભરવામાં આવે છે. પાલિકામાં હાલ એન્જીનીયરની જગ્યા ખાલી હોવાથી જુનિયર એન્જીનીયર પ્રકાશ જુરાણીને કામગીરી વર્ષોથી સોંપાઇ છે. જેણે પણ રાજીનામું આપ્યું હોવાથી વિવાદ થયો છે. દરમિયાન ભાજપના જ વોર્ડ નં.6ના સભ્ય જે.પી. મહેશ્વરીએ પ્રભારી મંત્રી દિલીપ ઠાકોરને પત્ર પાઠવી ગાંધીધામ- આદિપુરનો યોગ્ય રીતે વિકાસ થાય તે માટે રેગ્યુલર મ્યુનિસીપલ એન્જીનીયરની નિમણુંક કરવા માટે માગણી કરી છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending