"ગાળો કેમ આપી હતી?’ કહીને પંચથી માર માર્યો

DivyaBhaskar News Network

Apr 04, 2018, 03:20 AM IST
આદિપુરના બાર વાળી વિસ્તારમાં અસામાજીક તત્વોએ યુવાનને પંચ વડે માર મારતા ચાર શખસો વિરુદ્ધ ગુન્હો નોંધાયો હતો.

સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર આદિપુરમાં રહેતા નિકુંજ રજનીકાન્ત પંડ્યા (ઉ.વ.23) એ 1લી માર્ચના પોતાના મીત્રો સાથે બાર વાળી વિસ્તારના સાંજે વાતચીત કરતા હતા ત્યારે અચાનક આવી ચડેલા હરદિપસિંહ સોઢાએ આવીને કહ્યુ કે પહેલા તે મને ગાળો કેમ આપી હતી, ફરીયાદીએ તને ઓળખતો પણ ન હોવાનું કહેતા ઉશ્કેરાઈ જઈ હરદિપસિંહ, હરી શંભુ આહિર, તેજસ અરજણ આહિર અને સુર્યવંશી હાર્દીક (રહે. તમામ અંતરજાળ) એ અપશબ્દોનો મારો ચલાવીને એકલા યુવાનને માર મારી ઈજા પહોંચાડી હતી. આદિપુર પોલીસ સ્ટૅશને ચારે શખસો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી, જેની તપાસ એએસઆઈ રીતલાલ સીલુ ચલાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, સંકુલના કેટલાક વિસ્તારમાં આવી રીતે સામાન્ય બાબતમાં બોલાચાલી પછી માર મરવાના બનાવો વધી રહ્યા છે, જે પૈકી કેટલાક જ પોલીસ ચોપડે ચડે છે.

X
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી