Home » Gujarat » Bhuj » Gandhidham » બેઠકમાં હોદ્દેદારો જ ગેરહાજર રહ્યા

બેઠકમાં હોદ્દેદારો જ ગેરહાજર રહ્યા

Divyabhaskar.com | Updated - Apr 04, 2018, 03:20 AM

Gandhidham News - છઠ્ઠી એપ્રિલે ભાજપના 39મા સ્થાપના દિવસની ઉજવણી કરાશે ભાજપના આગેવાને ક્લાસમાં હાજરી લેતા હોય તે રીતે આંગળી...

 • બેઠકમાં હોદ્દેદારો જ ગેરહાજર રહ્યા
  ભાજપના 39મા સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે છઠ્ઠી એપ્રિલે વોર્ડ અને બુથ વાઇસ કરવામાં આવનાર કાર્યક્રમની રૂપરેખા તથા આયોજન અંગે ગાંધીધામ ભાજપના કાર્યાલય પર બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં સંગઠનના હોદ્દેદારો, પાલિકાના સભ્યો, મોરચાના પ્રમુખો વગેરે કેટલા હાજર છે તેની આંગળી ઉંચી કરાવી ક્લાસ લેવાતા ગંભીર બાબત બહાર આવી હતી. જેમાં મોટાભાગના કાર્યકરો ગેરહાજર રહેતા બુથવાઇસ ઉજવણી કેવી રીતે કરવી તે ચિંતાનો વિષય બની છે.

  વિશ્વની સૌથી મોટી પાર્ટી તરીકે બિરૂદ પામેલ અને ગાંધીધામ શહેરમાં મિસ્ડકોલ થકી અંદાજે 65 હજારથી વધુ સભ્યો ભાજપ દ્વારા બનાવવામાં આવ્યા પછી તેમાંથી બનાવેલા સક્રિય સભ્યો અને અન્ય સભ્યો અંગે જે તે સમયે ભાજપના હોદ્દેદારો હરખાતા હતા. સંખ્યા જોઇને હરખાયેલા આ આગેવાનોને હાલની પરીસ્થિતિમાં ગણ્યાગાંઠ્યા જ કાર્યકરો હાજર રહેતા હોવાથી ક્ષોભજનક સ્થિતિમાં મુકાવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થઇ રહ્યું છે. સ્થાપના દિવસની ઉજવણીના આયોજન માટે પ્રદેશ કક્ષાએથી આપવામાં આવેલા માર્ગદર્શન સંદર્ભે માહિતી આપવા અને કાર્યક્રમની રૂપરેખા નક્કી કરવા સહિતના મુદ્દે શહેર ભાજપના કાર્યાલય પર મંગળવારે સાંજના 6 કલાકે બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં ઉપસ્થિત રહેલા જિલ્લા ભાજપના હોદ્દેદાર અને નગરસેવક મોમાયાભા ગઢવીએ હાથ ઉંચા કરાવીને પાલિકાના કેટલાક સભ્યો, મંડળના કેટલા સભ્યો? પ્રભારી, વોર્ડ પ્રમુખ કેટલા છે તેની વિગત મેળવી ક્લાસ લેતા 15થી 20 ટકા જેટલા જ હોદ્દેદારો આ બેઠકમાં ઉપસ્થિત હોવાની માહિતી મળતાં આગેવાનો પણ ચોંકી ઉઠે તેવી સ્થિતિ ઉભી થઇ હતી. ભાજપ થકી ઓળખ હોવાની ટકોર કરીને આગામી કાર્યક્રમમાં સારી એવી કામગીરી થાય તેવી અપેક્ષા સેવવામાં આવી હતી. બેઠકના આરંભમાં શહેર ભાજપ પ્રમુખ દિપક પારખે પ્રાસંગીક ઉદ્દબોધન કર્યું હતું. કાર્યક્રમમાં નારીભાઇ પરીયાણી, મધુકાંતભાઇ શાહ, ગીતાબેન ગણાત્રા, કાનજીભાઇ ભર્યા, મનોજભાઇ મુલચંદાણી, ચંદન જૈન, ગોવિંદભાઇ નિંજાર, રતિલાલ પરમાર, વિજય મહેતા, જીતુ નાથાણી વગેરે હાજર રહ્યા હતા.

  મંચ પર ઉપસ્થિત આગેવાનો અને સામે બેસેલા કાર્યકરો

  ધારાસભ્ય પણ ગેરહાજર રહ્યા

  ભાજપની યોજાયેલી આ બેઠકમાં ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી પણ ગેરહાજર રહેતા તેઓએ જણાવ્યું હતું કે, ગુડથરના મેળામાં હાજરી આપવા ગયા હોવાથી આ કાર્યક્રમમાં હાજર રહી શકી નથી. જ્યારે પાલિકાની કારોબારી સમિતિના ચેરમેન તારાચંદ ચંદનાની કોઇનું અવસાન થતાં સાદડીમાં ગયા હતા. જ્યારે શહેર ભાજપના બે મહામંત્રીઓ એક યા બીજા કારણોસર આ બેઠકમાં ડોકાયા પણ ન હતા. આ ઉપરાંત અન્ય સંગઠનના હોદ્દેદારો પણ હાજર રહ્યા ન હતા.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ