નિલકંઠ સ્ટીલ ટ્રોફિનો આજથી પ્રારંભ

DivyaBhaskar News Network

Apr 04, 2018, 03:20 AM IST
નિલકંઠ સ્ટીલ ટ્રોફિનો આજથી પ્રારંભ

કચ્છ ડિસ્ટ્રીક્ટ રૂરલ ક્રિકેટ એસોસિએશન દ્વારા ચાર દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. નિલકંઠ સ્ટીલ ટ્રોફિનો તા.4થી આરંભ કરવામાં આવશે. રણજી ટ્રોફિ અને ઇન્ટરનેશનલ કક્ષાએ રમેલા ખેલાડીઓને જોવા માટે ગાંધીધામના લોકોને તક મળશે.

કેડીઆરસીએ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર કચ્છની આઠ ટીમો દ્વારા પોતાની પ્રતિભા ઝળકાવવામાં આવશે જેમાં એક સાથે ચાર મેદાન પર મેચ રમવાનો વિક્રમ સર્જાશે. જેમાં ડીપીએસ, ઇફ્કો, રતનાલ અને દીન દયાલ પોર્ટની ટર્ફ વિકેટના મેદાનનો સમાવેશ થાય છે. રણજી ટ્રોફિ રમેલા ચિરાગ જાની, દિવ્યરાજસિંહ ચૌહાણ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, શાન્ડીલ્ય માંકડ વગેરે ખેલાડીઓ આ મેચ રમશે. પ્રથમ દિવસે કેડીઆરસીએ અને વેરાવળ, ગોંડલ-જામનગર, રાજકોટ-ભાવનગર, પોરબંદર-સુરેન્દ્રનગર વચ્ચે મેચ રમાશે. 30 ઓ‌વરની મેચ રમાડવામાં આવશે. સવારે 7 કલાકે ડીપીએસ ગ્રાઉન્ડમાં ટુર્નામેન્ટનું ઓપનીંગ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ખેલાડીઓને રહેવા અને જમવા સહિતની સુવિધા આયોજકો દ્વારા આપવામાં આવનાર છે. ટુર્નામેન્ટને સફળ બનાવવા શેખર અયાચી, સંજય ગાંધી, રામકરણ તિવારી જહેમત ઉઠાવી રહ્યા છે.

X
નિલકંઠ સ્ટીલ ટ્રોફિનો આજથી પ્રારંભ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી