કંડલા પોર્ટ ટ્રસ્ટની 28મીએ બોર્ડ મીટિંગ

કંડલા પોર્ટ ટ્રસ્ટની વર્તમાન વર્ષમાં અંતિમ બેઠક મળી રહી છે. રેગ્યુલર ચેરમેનના અભાવે ઇન્ચાર્જ ચેરમેન દ્વારા...

DivyaBhaskar News Network | Updated - Mar 24, 2018, 03:20 AM
કંડલા પોર્ટ ટ્રસ્ટની 28મીએ બોર્ડ મીટિંગ
કંડલા પોર્ટ ટ્રસ્ટની વર્તમાન વર્ષમાં અંતિમ બેઠક મળી રહી છે. રેગ્યુલર ચેરમેનના અભાવે ઇન્ચાર્જ ચેરમેન દ્વારા ચલાવવામાં આવી રહેલા વહીવટમાં એક બાજુ ફાઇલોના ઢગલા થઇ રહ્યા છે. લોકોના કામોમાં વિલંબ થઇ રહ્યો છે તેવા સંજોગોમાં આગામી 28મીએ વર્તમાન નાણાંકીય વર્ષની અને બોડીના હોદ્દેદારોની મુદ્દત પુરી થતાં અંતિમ બેઠકમાં હાજરી આપશે તેમ જણાય છે. ઇન્ચાર્જ ચેરમેન સંજય ભાટીયા જે મુંબઇ પોર્ટના ચેરમેન તરીકે કાર્યરત છે. તે તા.24મી આસપાસ ગાંધીધામ આ‌વી જશે. સંબંધિત અધિકારીઓ સાથે વિચાર વિમર્સ કરીને બોર્ડની મીટિંગ હેન્ડલ કરશે. આ અગાઉ પણ તેઓ પ્રથમ મીટિંગમાં હાજરી આપી ચૂક્યા છે.

X
કંડલા પોર્ટ ટ્રસ્ટની 28મીએ બોર્ડ મીટિંગ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App