યુવાને અગમ્ય કારણોસર ગળેફાંસો ખાધો

DivyaBhaskar News Network

Mar 24, 2018, 03:20 AM IST
યુવાને અગમ્ય કારણોસર ગળેફાંસો ખાધો
ગાંધીધામમાં વધુ એક યુવાને આપઘાતનું પગલુ ભર્યાની વિગતો પોલીસ સ્ટૅશનના ચોપડે ચડી હતી. સેક્ટર 7માં યુવાને ઘરે ગળે ફાંસો ખાઈ આયખંુ ટુંકાવી લીધું હતું.

પોલીસ સુત્રોએ જણાવ્યું હતું કે ગાંધીધામના સેક્ટર7 વિસ્તારમાં રહેતા જયંતીભાઈ અનુજભાઈ માંગેચા (ઉ.વ.27) એ શુક્રવારના બપોરે દોઢ વાગ્યાના અરસામાં ઘરે ગળે ફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો. બી ડિવીઝન પોલીસ ઘટનાની નોંધ લઈ તપાસ આદરી હતી. આ અંતિમ પગલુ યુવાને શા માટૅ ભર્યુ તે પાછળનું કારણ જાણવા મળ્યુ નહતંુ. અહિં નોંધવું રહ્યું કે સંકુલમાં એક બાદ એક યુવાનોના આપઘાતના બનાવો સામે આવી રહ્યા છે.

X
યુવાને અગમ્ય કારણોસર ગળેફાંસો ખાધો
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી