ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Bhuj » Gandhidham» બંદર-ગોદી કામદારોના વેજ રીવીજન અંગે 3જીએ મીટીંગ

    બંદર-ગોદી કામદારોના વેજ રીવીજન અંગે 3જીએ મીટીંગ

    DivyaBhaskar News Network | Last Modified - Mar 20, 2018, 03:20 AM IST

    દેશના મહાબંદરો ઉપર કામ કરતા બંદર અને ગોદી કામદારોના વેજ રીવીજન જે 01-01-2017 થી અમલમાં આવનાર છે તેના માટે રચાયેલી...
    • બંદર-ગોદી કામદારોના વેજ રીવીજન અંગે 3જીએ મીટીંગ
      બંદર-ગોદી કામદારોના વેજ રીવીજન અંગે 3જીએ મીટીંગ
      દેશના મહાબંદરો ઉપર કામ કરતા બંદર અને ગોદી કામદારોના વેજ રીવીજન જે 01-01-2017 થી અમલમાં આવનાર છે તેના માટે રચાયેલી દ્વિપક્ષીય વેજ કમીટીની 7મી મીટીંગ આગામી તા. 03 એપ્રીલના રોજ નવી દીલ્હી ખાતે બોલાવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે વેજ કમીટીની છેલ્લી મીટીંગ 21 અને 22 ડીસેમ્બરના રોજ મળી હતી. 3 મહીના બાદ મીટીંગ બોલાવવામાં આવી છે જેથી વેજ રીવીજનની સમજુતી થઇ શકાય નથી પરીણામે કામદારોમાં રોષની લાગણી જોવા મળી રહી છે. ઓલ ઇન્ડીયા પોર્ટ વર્કસ ફેડરેશનના પ્રમુખ મહોમ્મદ હનીફએ કમીટીના ચેરમેન સંજય ભાટીયા પાસે રજુઆત કરી હતી અને તાજેતરમાં ફેડરેશનના નેશનલ કન્વેન્સનમાં હાજર રહેલા ચેરમેનોએ આ અંગે ઉલ્લેખ કર્યો હતો. કમીટીના સભ્ય મનોહર બેલાણીએ આવનારી મીટીંગ પછી કમીટીની કાર્યવાહી ઝડપી બનશે અને સમજુતી તરફ આગળ વધશે તેવી અપેક્ષાઓ વ્યકત કરી હતી. ઉલ્લેખનીય છે કે કમીટીને સોંપવામાં આવેલી કામગીરી પછી મહત્વનો નિર્ણય લેવાય તે માટે ઝડપી અસરકારક કાર્યવાહી થવી જોઇએ તે થતી નથી માત્ર મીટીંગો થઇ રહી છે.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: બંદર-ગોદી કામદારોના વેજ રીવીજન અંગે 3જીએ મીટીંગ
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    Top
    `