Divya Bhaskar

Home » Gujarat » Bhuj » Gandhidham » મીઠીરોહરના બેન્સામાંથી 1.60 લાખનું લાકડું ચોરાયું

મીઠીરોહરના બેન્સામાંથી 1.60 લાખનું લાકડું ચોરાયું

Divyabhaskar.com | Updated - Mar 20, 2018, 03:20 AM

ગાંધીધામના મીઠીરોહર નજીક આવેલા એક કંપનીના બેન્સામાંથી રૂ.1.60 લાખની કિંમતના 7 ફુટ લાંબા 200 નંગ સાગવાનના લાકડા ઉપડી...

  • મીઠીરોહરના બેન્સામાંથી 1.60 લાખનું લાકડું ચોરાયું
    ગાંધીધામના મીઠીરોહર નજીક આવેલા એક કંપનીના બેન્સામાંથી રૂ.1.60 લાખની કિંમતના 7 ફુટ લાંબા 200 નંગ સાગવાનના લાકડા ઉપડી ગયાની ફરિયાદ બી-ડીવિઝન પોલીસમાં નોંધાઇ છે.

    આ બાબતે એએસ વુડ ઇમ્પેક્ષ પ્રાઇવેટ લિમીટેડના અપનાનગર ખાતે રહેતા અનિલભાઇ તારાચંદ અગ્રવાલે નોંધાવેલી ફરિયાદ મુજબ તા.18 માર્ચે રાત્રીના 11 વાગ્યાથી લઇ 19ના સવારે 5 વાગ્યા સુધીના આરસામાં બેન્સામાં પડેલા રૂ.1,60,000ની કિંમતના 7 ફુટ લાંબા 200 નંગ સાગવાનના લાકડા કોઇ અજાણ્યા શખસો ઉપાડી ગયા છે.ફરિયાદના આધારે આ બનાવની તપાસ બી-ડીવિઝન પોલીસના પીઆઇ આર.એલ.રાઠોડ પોતે ચલાવી રહ્યા છે.અત્રે ઉલ્લેખનિય છે કે હવે સંકુલમાં તસ્કરો માત્ર રૂપીયા,દાગીના જ નહીં પરંતુ ઘરવખરી,લાકડા,વાહનો જેવી ચીજો પણ ચોરવા લાગ્યા છેુ જેના કારણે સંકુલના લોકોમાં આબાબતે ભય ફેલાયો છે.આદીપુરમાં પરિવાર ઘરમાં હોવા છતાં મકાનની ગ્રીલ તોડી તસ્કરો અંદર પ્રવેશી ગયા જેવા બનાવોને લઇ સંકુલના લોકોમાં ભય ફેલાયો છે ત્યારે પોલીસ પેટ્રોલિંગ સઘન બને અને લોકો પણ જાગસત રહે તે જરૂરી બન્યું છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending