ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » Gujarat » Bhuj » Gandhidham» મીઠીરોહર જીઆઈડીસી સહિતના વિસ્તારોમાં ચાલી રહિ છે તસ્કરી

  મીઠીરોહર જીઆઈડીસી સહિતના વિસ્તારોમાં ચાલી રહિ છે તસ્કરી

  DivyaBhaskar News Network | Last Modified - Mar 20, 2018, 03:20 AM IST

  કંડલામાં દૈનીક ધોરણે મોટા પ્રમાણમાં વિવિધ પ્રકારના તેલ સહિતના લીક્વીડ કાર્ગો આવે છે. જેને નજીકની કંપનીઓમાં અને...
  • મીઠીરોહર જીઆઈડીસી સહિતના વિસ્તારોમાં ચાલી રહિ છે તસ્કરી
   મીઠીરોહર જીઆઈડીસી સહિતના વિસ્તારોમાં ચાલી રહિ છે તસ્કરી
   કંડલામાં દૈનીક ધોરણે મોટા પ્રમાણમાં વિવિધ પ્રકારના તેલ સહિતના લીક્વીડ કાર્ગો આવે છે. જેને નજીકની કંપનીઓમાં અને દેશના અન્ય ભાગોમાં મોકલાય છે, પરંતુ પોર્ટથી તેલ ભરાયા બાદ ટેંકર ડ્રાઈવરો સાથે મીલીભગત કરી તેલની કાઢી લેઈ સ્થાનીકોને કેરબાના હિસાબે વેંચી મારે છે, જેનો દરેકને થોડો હિસ્સો મળૅ છે. લાંબા સમયથી મીઠી રોહર સહિતના વિસ્તારોમાં ચાલતી આ મોડસ ઓપરેન્ડી પર તંત્રની રહેમનજર કેમ બનેલી છે તે યક્ષ પ્રશ્ન છે.

   આંતરીક આધારભુત સુત્રોના જણાવ્યા અનુસાર પોર્ટથી નિકળતા સોયાબીન, પામોલીન સહિતના તેલનો જથ્થો નજીકની ફેક્ટરીઓમાં કે અન્ય ગતંવ્ય સ્થાને મોકલવા ટૅંકરોમાં ભરી ટ્રાન્સપોર્ટૅશન કરાય છે. જેને ગાંધીધામ તાલુકાના મીઠી રોહર જીઆઈડીસી, ગળપાદર સહિતના પોઈન્ટ્સ પર ઉભા રહિ તેમા ભરેલા જથ્થામાંથી સરેરાશ દરેક ટૅંકરમાંથી બે કેરબા એટલેકે 70 લીટર જેટ્લુ તેલ કાઢી લેવામાં આવે છે, જે દરેક કેરબા દીઠ ડ્રાઈવરો 700 લેખે રુપીયા લે છે. સ્થાનીક સાહેદારોની મદદથી તેને બારોબાર વેંચી દેવામાં આવે છે. આ મોડસ ઓપરેન્ડીમાં વજન કાંટાઓની મીલીભગતની પણ આશંકા છે ત્યારે આ ક્ષેત્રે વિશેષ તપાસ કરાય કે વીજીલન્સ કાર્યવાહિ કરે તો મોટુ કૌભાંડ બહાર આવે તેવી પુર્ણ સંભાવના છે.

   કંડલામાં ઉતરતા તેલની ટેન્કર ચાલકોની મીલીભગતથી ચોરી

   11 કીમી લાઈનની સુરક્ષા ના કરી શકે તે કંપનીનું શું કરવુ?

   બીજી તરફ કંડલામાં લાંબા સમયથી ડીઝલ સહિતની પાઈપલાઈનોમાં કાણા પાડી થતી ડીઝલ ચોરીને વારંવાર પકડવામાં આવે છે અને મોટી સંખ્યામાં જથ્થો પણ ઝડપાય છે. પરંતુ માત્ર 11 કિમીની લાઈનજ બહાર છે ત્યારે તેની સુરક્ષા માટૅ કંપનીઓ જે રીતે બિંધાસ્ત જોવા મળે છે તે આશ્ચર્યજનક છે. મોટી દુર્ઘટના સર્જી સકતી આ ઓઈલ ચોરીને રોકવી અત્યંત આવશ્યક થઈ પડ્યુ છે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: મીઠીરોહર જીઆઈડીસી સહિતના વિસ્તારોમાં ચાલી રહિ છે તસ્કરી
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Gujarat

  Trending

  Top
  `