Divya Bhaskar

Home » Gujarat » Bhuj » Gandhidham » સત્તાપક્ષની બહુમતીના જોરે છેવટે મંજુરી આપી દેવાય તેવી ધારણા

સત્તાપક્ષની બહુમતીના જોરે છેવટે મંજુરી આપી દેવાય તેવી ધારણા

Divyabhaskar.com | Updated - Mar 20, 2018, 03:15 AM

નવા વર્ષના નવા કોઇ વીઝન વિનાના બજેટને તૈયાર કરીને પાલિકાની સભામાં મોકલી આપવામાં આવ્યું છે. 100 કરોડના બજેટને મંજુર...

  • સત્તાપક્ષની બહુમતીના જોરે છેવટે મંજુરી આપી દેવાય તેવી ધારણા
    નવા વર્ષના નવા કોઇ વીઝન વિનાના બજેટને તૈયાર કરીને પાલિકાની સભામાં મોકલી આપવામાં આવ્યું છે. 100 કરોડના બજેટને મંજુર કરવાના હેતુથી પાલિકાની ખાસ સભા તા. 20મીના રોજ બપોરે 12 કલાકે બોલાવવામાં આવી છે. વિપક્ષ દ્વારા જો વ્યવસ્થિત મુદાસર રીતે બજેટના જુદા જુદા હેડ પર ચર્ચા કરવામાં આવે તો આ સભા લાંબી ચાલે તેમ છે. પરંતુ તેની સામે સત્તાપક્ષ દ્વારા બહુમતીના જોરે જરૂર પડે બજેટને બહાલી આપી દેવા માટે પણ તૈયારી કરી દેવામાં આવી છે.

    નવા વર્ષના બજેટને આખરી ઓપ આપવામાં આવ્યો છે તેમાં કોઇ નવી સુવિધાઓ લોકો માટે ઉભી કરવામાં આવી નથી કે નવા ટેક્સનું ભારણ નાંખવામાં આવ્યું. તૈયાર કરવામાં આવેલા બજેટની ચર્ચા વિચારણા પછી સભામાં મોકલી આપવામાં આવ્યું છે. સભામાં મોકલવામાં આવેલા બજેટને બહાલી આપવાના હેતુથી એજન્ડા બહાર પાડીને સભ્યોને મોકલી આપવામાં આવ્યો છે પરંતુ જે નોટીસ મોકલવામાં આવી છે તેમાં વિરોધ થઇ શકે તેમ છે કારણ કે કેટલાક સભ્યોને તારીખ વિનાના એજન્ડાની કોપી મોકલવામાં આવી છે. પાણી, ગટર સહીના મુદાઓ ઉપર વિપક્ષ દ્વારા પ્રહાર કરવામાં આવે તેવી શક્યતાઓ છે.

    100 કરોડનું બજેટ મંજુર કરવા આજે પાલિકાની સભા મળશે

    15 કરોડના નાળાના ટેન્ડરનો મુદે સ્પષ્ટતા મંગાઇ

    કોંગ્રેસના નગરસેવક નિલેશ ભાનુશાળી દ્વારા ચીફ ઓફીસરને પત્ર પાઠવીને પ્રમુખની મંજુરીથી ઉપસ્થિત થનારા એજન્ડાની દરખાસ્ત 3 ના મુદા ની તારીખનો પ્રશ્ન ઉઠાવી કલેક્ટર કચેરી સાથે પત્ર વ્યવહારમાં પાલિકા વિસ્તારના અમુક ગ્રાન્ટ હેઠળ વરસાદી નાળાના કામોના ટેન્ડરની પ્રક્રિયાની ગેરરીતીની તપાસ માંગી છે. 21 થી 19 નંબરના મુદે પણ જવાબ માંગ્યો છે. શંકા ઉભી કરીને સભાની પુર્વ મંજુરી ન હોય તો ટેન્ડર કેમ મંગાવ્યા ? મોંઘા ભાવના ટેન્ડર ભરનારા ઠેકેદારો સાથે મીલીભગત કરી મંજુર કરાયાનો આક્ષેપ કરીને સભા પહેલા બપોરે 12 કલાકે આ મુદાઓનો જવાબ માંગ્યો છે. વળી સિંગલ ટેન્ડરના મુદે પણ પ્રશ્નો ઉભા થાય તેવી શક્યતાઓ છે. અલબત્ત બજેટની બેઠક હોવાથી અન્ય દરખાસ્તો પર નિયમ મુજબ ચર્ચા થઇ શકે તેમ નથી તેવી પણ દલીલ સત્તાપક્ષના વર્તુળો કરી રહ્યા છે. ત્યારે હવે આ સભામાં કેવો રંગ પકડાવવામાં આવે છે તે જોવું રહ્યું.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending