Divya Bhaskar

Home » Gujarat » Bhuj » Gandhidham » સાસરીયાના ત્રાસથી પરિણિતાએ અંતિમ પગલું ભર્યું

સાસરીયાના ત્રાસથી પરિણિતાએ અંતિમ પગલું ભર્યું

Divyabhaskar.com | Updated - Mar 20, 2018, 03:15 AM

અંજાર તાલુકાના મેઘપર કુંભારડી ગામે બે દિવસ પહેલાં ગળે ફાંસો ખાઇ અંતિમ પગલું ભરી લેનાર પરિણિતાના પરિવારે સાસરિયા...

  • સાસરીયાના ત્રાસથી પરિણિતાએ અંતિમ પગલું ભર્યું
    અંજાર તાલુકાના મેઘપર કુંભારડી ગામે બે દિવસ પહેલાં ગળે ફાંસો ખાઇ અંતિમ પગલું ભરી લેનાર પરિણિતાના પરિવારે સાસરિયા દ્વારા અપાયેલા ત્રાસથી કંટાળીને આ પગલું ભરાયું હોવાની અંજાર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

    આ બાબતે પ્રાપ્ત વીગતો મુજબ,મેઘપર કુંભારડી ગામના ભક્તીનગર-1માં રહેતી પ્રેમીલાબેન શાંતિલાલ કન્નર નામની પરિણિતાએ 17 માર્ચના પોતાના ઘરે યળે ફાંસો ખાઇ લઇ પોતાનું આયખું ટુંકાવી લીધું હતું ત્યારબાદ મુન્દ્ર તાલુકાના નવીનાળ ખાતે રહેતા મૃતક પ્રેમીલાના પિતા ખીમજીભાઇ બીજલભાઇ ગરવા(મહેશ્વરી)એ અંજાર પોલીસમાં નોંધાવેલી ફરીયાદ મુજબ,પ્રેમીલાના લગ્નના ત્રણ મહીના બાદથી છેલ્લું પગલું ભર્યું ત્યાં સુધી સસરા નાગશીભાઇ વિરપારભાઇ કન્નર,સાસુ વિમળાબેન નાગશી કન્નર,પતિ શાંતિલાલ નાગશી કન્નર અને દિયર દિપક નાગશીભાઇ કન્નરે ઘરકામ બાબતે નાનીનાની વાતમાં અવારનવાર શારિરિક-માનસીક ત્રાસ આપતાં પ્રેમીલાએ આ ત્રાસથી કંટાળી અંતિમ પગલું ભર્યું છે.અંજાર પોલીસે સીઆરપીસીની કલમ 174 મુજબ ફરિયાદના આધારે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.અત્રે ઉલ્લેખનિય છે કે છેલ્લા ઘણા સમયથી ઘરેલુ માનસિક ત્રાસને કારણે આપ્રકારના બનાવોની સંખ્યા વધી છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending