ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Bhuj » Gandhidham» વરલીમાં આઠમ નિમિત્તે કાર્યક્રમ યોજાયો

    વરલીમાં આઠમ નિમિત્તે કાર્યક્રમ યોજાયો

    DivyaBhaskar News Network | Last Modified - Apr 04, 2018, 03:15 AM IST

    અંજાર તાલુકાના વરલી ગામે આઠમના દિવસે દર વર્ષની જેમ આ વર્ષે પણ માતાજીની પેડીનું આયોજન કરવામાં આવ્યું હતું. ગામમાં...
    • વરલીમાં આઠમ નિમિત્તે કાર્યક્રમ યોજાયો
      વરલીમાં આઠમ નિમિત્તે કાર્યક્રમ યોજાયો
      અંજાર તાલુકાના વરલી ગામે આઠમના દિવસે દર વર્ષની જેમ આ વર્ષે પણ માતાજીની પેડીનું આયોજન કરવામાં આવ્યું હતું. ગામમાં 12 જ્ઞાતિઓનો વસવાટ છે, તમામ લોકો ઉંચનીંચના કોઇ ભેદભાવ વગર તહેવારોની ઉજવણી કરીને સમરસતાનું ઉદાહરણ પુરૂં પાડી રહ્યા છે. વરલી ગામની બધી જ જ્ઞાતિઓ એક જ પંક્તિમાં કોઇપણ જાતના ઉંચનીંચના ભેદભાવ વગર સાથે ભોજન કરે છે તે વર્ષોથી પરંપરા ચાલી રહી છે. બધી જ્ઞાતિઓના લોકો સાથે મળી આયોજન કરવામાં આવતું હોય છે. ન્હાવા અને પાણી પિવા માટે કુવા વ્યવસ્થા હતી ત્યારે ગામના બધા લોકો માટે એક જ જળ કુવો હતો. આજે પણ એક જ સ્મશાન છે તેવી જ રીતે ઉજવાતા બધા જ તહેવારો નવરાત્રી, જન્માષ્ટી કે નાનો મોટો પ્રસંગ હોય તો બધી જ્ઞાતિ મળીને આયોજન કરે છે.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: વરલીમાં આઠમ નિમિત્તે કાર્યક્રમ યોજાયો
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    Top
    `