પોર્ટ- ગોદી કામદારોની વેતનનો મુદ્દો અનિર્ણાયક

પોર્ટ- ગોદી કામદારોની વેતનનો મુદ્દો અનિર્ણાયક

DivyaBhaskar News Network

Apr 04, 2018, 03:15 AM IST
પોર્ટ અને ગોદી કામદારો માટે નવા વેતન સમિતિની બેઠક દિલ્હીમાં યોજાઇ હતી. જેમાં એચએમએસ અને કંડલા પોર્ટ કર્મચારી સંઘના આગેવાનોએ હાજરી આપી હતી. આ બેઠકમાં જુદા જુદા મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી. પરંતુ વેતન મુદ્દે કોઇ મહત્વનો નિર્ણય લેવામાં ન આવતાં કામદારોમાં રોષની લાગણી જન્મી છે. આગામી દિવસોમાં ફરી વખત મળનાર મીટિંગમાં નિર્ણય લેવાય તેવી શક્યતા છે. નવા વેતન સમિતિની બેઠકમાં પ્રશાસને 6 ટકા ફીટમેટ સાથે પાંચ વર્ષનો સમાધાન ગાળા માટે વિચાર વ્યક્ત કર્યો હતો જે ફેડરેશને ફગાવી દીધો હતો.

નવી દિલ્હી ખાતે બ ંદર અને ગોદી કામદારો માટે 1-1-2017 માટે અમલમાં આવનાર વેજ રીવીઝન (વેતન સુધારણા) અંગે નિમાયેલી દ્વિપક્ષીય કમીટીની સાતમી મીટિંગમાં ચર્ચાના અંતે પ્રશાસન તરફથી વેચન સમજૂતિની મર્યાદા પાંચ વર્ષ રાખવા સહમત થયું હતું અને પાંચ વર્ષ 1-1-2017થી 31-12-2021 સુધીની રહેશે. પ્રશાસન તરફથી આ પ્રસ્થાવ કરાયો હતો. જેમાં 1-1-2017ના રોજ મળતાં મૂળ પગાર, મોંઘવારી ભથ્થા ઉપર છ ટકા વધારો આપવા માગતા હતા. પરંતુ ફેડરેશનના પ્રતિનિધિઓ તરફથી આ પ્રસ્થાવના ના મંજુર કરવામાં આવ્યો હતો. પ્રશાસને એવું પણ જણાવ્યું હતું કે, ફેડરેશનના ના સહમત થાય તો છ ટકાના વધારા ઉપર જે તે ઉત્પાદકતા પ્રમાણે અન્ય વધારો પણ આપવા વિચાર કરી શકે છે. ફેડરેશનના પ્રતિનિધિએ આ પ્રસ્તાવને સ્પષ્ટ વિરોધ કર્યો હતો. અને છ ટકામાં વધારો કરવાનો આગ્રહ રાખ્યો હતો. પરંતુ પ્રશાસન અડગ રહેતા ફેડરેશનને પોતાનો પ્રસ્તાવ આપવા જણાવ્યું હતું. ફેડરેશનના પ્રસ્થાવ માટે એપ્રિલ મહિનાના અંતમાં બીજી મીટિંગ બોલાવવામાં આવશે તેવું નક્કી કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ ફેડરેશનના પ્રતિનિધિઓની બેઠક મળી હતી જેમાં પાંચ વર્ષની વેતન સમજૂતિની બેઠકમાં પ્રસ્તાવમાં સમજૂતિ સધાઇ હતી પરંતુ છ ટકાના વધારાના પ્રસ્તાવ ના મંજુર કરી ઓછામાં ઓછા 20 ટકા વધારા સ્વિકાર કરવા અંગે માગણી કરવામાં આવી હતી. મીટિંગમાં ફેડરેશનના પ્રમુખ મહોમદ હનિફ, સંયુક્ત મહામંત્રી મનોહર બેલાણી તથા પ્રભાતકુમાર સમાંતરાય, કંડલા પોર્ટ કર્મચારી સંઘ ઇન્ટુકના પ્રમુખ મોહનભાઇ આસવાણી હાજર રહ્યા હતા. હવે પછી મળનારી બેઠકમાં શું નક્કી થાય છે તેની ઉપર કંડલા પોર્ટના કામદારોની મીટ મંડાણી છે.

કર્મચારીઓને ફાયદો પણ આર્થિક લાભ નહીં

પ્રશાસન અને ફેડરેશન વચ્ચે યોજાઇ રહેલી બેઠકમાં કોઇને કોઇ મુદ્દે અનિર્ણાયક ભૂમિકા ઉભી થતા બેઠક પડી ભાંગે છે. મહાબંદરગાહોના ત્રીજા અને ચોથા વર્ગના કર્મચારીઓને પદમાં બઢતી, ખાસ પગાર ધોરણ આપવાની ખાતરી ઉપર જે તે પ્રશાસન દ્વારા કોઇ પ્રગતિ સાધવામાં આવી નથી. પરંતુ હવે પછીની બેઠકમાં ઓફિસોમાં ક્લેરીકલ સ્તરના કર્મચારીઓ ફાઇર બ્રિગેડના કર્મચારી, હોસ્પિટલ, ટ્રાફિક, મરીન, મીકેનીકલ કર્મચારીને ફાયદો થઇ શકે છે પરંતુ આર્થિક લાભ મળી શકશે નહીં તેવી શક્યતા છે.

X
પોર્ટ- ગોદી કામદારોની વેતનનો મુદ્દો અનિર્ણાયક

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી