ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Bhuj » Gandhidham» આદિપુરમાં બસ સ્ટેન્ડ - પરબ તોડવા પોલીસ બંદોબસ્ત મંગાયો

    આદિપુરમાં બસ સ્ટેન્ડ - પરબ તોડવા પોલીસ બંદોબસ્ત મંગાયો

    DivyaBhaskar News Network | Last Modified - Mar 24, 2018, 03:15 AM IST

    ગાંધીધામ નગરપાલિકા દ્વારા લોકોને સારી સુવિધા મળે તે માટે વિવિધ પગલા ભરવામાં આવી રહ્યા છે. રસ્તા પહોળા કરવા...
    • આદિપુરમાં બસ સ્ટેન્ડ - પરબ તોડવા પોલીસ બંદોબસ્ત મંગાયો
      આદિપુરમાં બસ સ્ટેન્ડ - પરબ તોડવા પોલીસ બંદોબસ્ત મંગાયો
      ગાંધીધામ નગરપાલિકા દ્વારા લોકોને સારી સુવિધા મળે તે માટે વિવિધ પગલા ભરવામાં આવી રહ્યા છે. રસ્તા પહોળા કરવા માટેના પ્રોજેક્ટો પણ લાખો રૂપિયાના ખર્ચે કરવામાં આવી રહ્યા છે. 2/બી, 4/એ વચ્ચે રોડના વિસ્તૃતિકરણ માટે મંજુરી આપી દેવામાં આવી છે. આ રોડ પર આવેલા અને બિનવપરાશ બસ સ્ટેશન અને પાણીની પરબનું દબાણ હટાવવા માટે પાલિકાએ જરૂરી પોલીસ બંદોબસ્ત માંગ્યો છે.

      સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ નગરપાલિકાના પ્રમુખ ગીતાબેન ગણાત્રા, કારોબારી સમિતિ ચેરમેન તારાચંદ ચંદનાની સહિતના પદાધિકારીઓની ટીમ અને અધિકારીઓ દ્વારા સરકારી ગ્રાન્ટમાંથી લોકસુવિધાલક્ષી વિવિધ કામો થાય તે માટે પગલા ભરી રહ્યા છે. આદિપુરમાં રોડના વિસ્તૃતિકરણ માટે નક્કી કરવામાં આવ્યું છે તે મુજબ મંજુરી પણ આપી દેવામાં આવી છે. હવે આ પ્રોજેક્ટમાં અડચણરૂપ એવા અને બિનવપરાશ બનેલા બસ સ્ટેન્ડ તથા પાણીની પરબનું દબાણ હટાવવા માટે પાલિકા દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ માટે પોલીસ બંદોબસ્તની માગણી કરતા બંદોબસ્ત મળતાં પાલિકા દ્વારા દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવશે.

      વિકાસના કામમાં અડચણરૂપ બસ સ્ટેશન

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: આદિપુરમાં બસ સ્ટેન્ડ - પરબ તોડવા પોલીસ બંદોબસ્ત મંગાયો
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    X
    Top