ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Bhuj » Gandhidham» નાળું બ્લોક કરી દેતાં ગટરના પાણી ઘરમાં ઘૂસ્યા

    નાળું બ્લોક કરી દેતાં ગટરના પાણી ઘરમાં ઘૂસ્યા

    DivyaBhaskar News Network | Last Modified - Mar 24, 2018, 03:15 AM IST

    રેલવે પ્રશાસન દ્વારા કાર્ગો આઝાદનગર પાસે એકતાનગરમાં પુલિયાનું નાળું બ્લોક કરી દેવામાં આવતા ગંદા પાણીનો ઘસારો...
    • નાળું બ્લોક કરી દેતાં ગટરના પાણી ઘરમાં ઘૂસ્યા
      નાળું બ્લોક કરી દેતાં ગટરના પાણી ઘરમાં ઘૂસ્યા
      રેલવે પ્રશાસન દ્વારા કાર્ગો આઝાદનગર પાસે એકતાનગરમાં પુલિયાનું નાળું બ્લોક કરી દેવામાં આવતા ગંદા પાણીનો ઘસારો લોકોના ઘરમાં આવતાં લોકો હેરાન-પરેશાન થઇ ગયા હતા. પ્રશાસન દ્વારા નાળું બ્લોક કરી દેવાની કામગીરી હાથ ધરવામાં આવી તેમાં ગંદા પાણીનો નિકાલ ન થતાં પાણી ઘર અને ઘરની બહાર રોડ પર ફરી વળ્યા હતા. રહીશો દ્વારા આ મુદ્દે રજૂઆત પણ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

      કાર્ગોમાં સુવિધાના મુદ્દે અવારનવાર પ્રશ્નો ઉભા થાય છે. પાલિકા દ્વારા વિકાસ કામો માટે કોઇ જ કાર્યવાહી કરવામાં ન આવતાં આ વિસ્તારમાંથી ચૂંટાયેલા ભાજપના ચાર સભ્યોએ વર્તમાન ટર્મમાં અવાજ ઉઠાવ્યો હતો. તબક્કાવાર પોતપોતાની રીતે કરેલી રજૂઆત પછી પાલિકાએ રસ્તા, લાઇટની સુવિધા માટે રકમની ફાળવણી કરી હતી. જેના લીધે કેટલાક કામો કરવામાં પણ આવ્યા છે. દરમિયાન રેલવે પ્રશાસન દ્વારા પુલને બ્લોક કરી દેવામાં આવતા ગટરનું પાણી લોકોના ઘરમાં આજે બપોરે ઘુસી જતાં દોડધામ મચી ગઇ હતી. પ્રથમ તબક્કે પાલિકામાં આ બાબતે ફરિયાદ કરવામાં આવ્યા પછી ખ્યાલ આવ્યો કે, આ કામ રેલવે પ્રશાસન દ્વારા કરવામાં આવી રહ્યું હોવાની રેલવેના અધિકારીઓને ફરિયાદ કરવામાં આવી હતી.

      રેલવે પ્રશાસન સામે રોષ | ગટરના પાણી આવતા લોકો ત્રાહિમામ પોકારી ગયા

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: નાળું બ્લોક કરી દેતાં ગટરના પાણી ઘરમાં ઘૂસ્યા
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    Top
    `