વીજ પોલ હટાવ્યા વિના પેવરબ્લોક પાથર્યા

DivyaBhaskar News Network

Mar 24, 2018, 03:15 AM IST
વીજ પોલ હટાવ્યા વિના પેવરબ્લોક પાથર્યા
ગાંધીધામ નગરપાલિકા દ્વારા ઓસ્લો ગોલાઇથી ગોપાલપુરી સુધી રોડની બન્ને સાઇડ પેવર બ્લોક ફુટપાથની કામગીરીને મંજુરી આપવામાં આવી હતી. જે એજન્સીને કામ સોંપાયું હતું તેને તબક્કાવાર કાર્યવાહી શરૂ પણ કરી દીધી છે. 80 લાખના ખર્ચે થઇ રહેલી આ કામગીરીમાં વીજ થાંભલા હટાવવા માટે કોઇ સૂચના ન હોવાથી વીજ થાંભલા હટાવ્યા વિના જ પેવર બ્લોક બનાવવાનું શરૂ કરી દેતાં રહીશોમાં પાલિકાની આ દેઠોક નીતિ સામે રોષની લાગણી જન્મી છે.

જાણકાર વર્તુળોમાંથી મળતી માહિતી મુજબ પાલિકા દ્વારા કરવામાં આવતા કામો પૈકી કેટલાકમાં લોટ પાણી અને લાકડાની બુમ ઉઠી રહી છે. અવારનવાર અંદરો અંદરની ખટપટ અને અધિકારીઓ દ્વારા અપનાવવામાં આવતી રાજનીતિને કારણે પ્રશ્નો ગુંચવાઇ રહ્યા છે. આવેલા વિકાસ કામો ઝડપી થવા જોઇએ તે ગતિએ થતા નથી. તેમાં વ્યવસ્થિત રીતે ફોલોઅપ લેવાનું પણ અધિકારીઓ ટાળી રહ્યા હોય તેવી પદ્ધતિ અપનાવવામાં આવી રહી છે. જેને કારણે કેટલાક કામોમાં વિલંબ પણ થઇ રહ્યો છે. દરમિયાન ઓસ્લો ગોલાઇથી ગોપાલપુરી સુધીના ફુટપાટના પેવર બ્લોકના કામમાં અગાઉ ઓસ્લો ગોલાઇથી ગાયત્રી મંદિરની સાઇડ જમણી બાેજુના રોડ પર ખોદકામ કરવામાં આવ્યું હતું અને ડાબી બાજુના કેટલાક વિસ્તાર હોવા અને ઓટલાના દબાણ સહિતના મુદ્દે ફરિયાદ ઉઠ્યા પછી પાલિકાના પ્રમુખ ગીતાબેન ગણાત્રાએ ડાબી બાજુનું આ કામ અટકાવી દીધું હતું.

થાંભલા યથાવત રાખીને પેવર બ્લોકની શરૂ થઇ કામગીરી

અધિકારીને ઘષર્ણ કરાવવામાં રસ છે?

પાલિકાના વર્તુળોમાં થઇ રહેલી અટકળો મુજબ જુદા જુદા કામોમાં એક યા બીજા કારણોસર ફરિયાદ ઉઠ્યા કરે છે. આવેલી ફરિયાદનું નિરાકરણ લાવવા માટે અધિકારી કક્ષાએ જે કામગીરી કરવી જોઇએ તે કરવામાં આવતી નથી તેવી છાપ ઉપસી રહી છે. જેને કારણે પાલિકામાં કેટલાક કામોમાં ઘષર્ણ થાય તેવી રાજનીતિ રમાઇ રહી હોવાનો ચણભણાટ પણ શરૂ થઇ ગયો છે.

X
વીજ પોલ હટાવ્યા વિના પેવરબ્લોક પાથર્યા
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી