ઓસ્લો નજીક કચરામાં મોટી આગ ભડકી ઉઠી

ગાંધીધામના ઓસ્લો વિસ્તારમાં હોળીની પુર્વ સંધ્યાએ જાહેરમાં કોઇ શખ્સોએ કચરો સળગાવ્યા બાદ જોત જોતામાં આગે મોટુ...

DivyaBhaskar News Network | Updated - Mar 01, 2018, 03:15 AM
ઓસ્લો નજીક કચરામાં મોટી આગ ભડકી ઉઠી
ગાંધીધામના ઓસ્લો વિસ્તારમાં હોળીની પુર્વ સંધ્યાએ જાહેરમાં કોઇ શખ્સોએ કચરો સળગાવ્યા બાદ જોત જોતામાં આગે મોટુ સ્વરુપ ધારણ કરતા લોકોમાં દોડધામ થઈ પડી હતી. સ્થાનીકોએ પાણી છાંટીને કાબુમા લાવી હતી. તો અગ્નીશમન દળને પણ આ અંગે જાણ કરાઈ હતી. સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર બુધવારના સાંજના ભાગે ઓસ્લો વિસ્તારમાં કોઇએ કચરો એકત્ર કરી તેમા આગ લગાવ્યા બાદ જોત જોતામાં આગે મોટુ સ્વરુપ ધારણ કરતા તેમાંથી મોટા પ્રમાણમાં ધુમાડા નિકળવા લાગ્યા હતા. જેથી ભયભીત થયેલા સ્થાનીકોએ પોતાના ઘરેથી પાણી રેડીને અગ્નીશમન દળને સતર્ક રહેવા જણાવ્યુ હતુ. સ્થાનીકોના પ્રયાસોથી આગ ઓલવાઈ ગઈ હતી.

X
ઓસ્લો નજીક કચરામાં મોટી આગ ભડકી ઉઠી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App