Divya Bhaskar

Home » Gujarat » Bhuj » Gandhidham » અંજારમાંથી 45,200ની ચોરી

અંજારમાંથી 45,200ની ચોરી

Divyabhaskar.com | Updated - Mar 01, 2018, 03:15 AM

અંજારમાં બંધ ઘર ભાળી તસ્કરો ટીવી,લેપટોપ,ચાંદીના દાગીના તેમજ ગેસના બાટલા સહીતની કુલ રૂ.45,200ની માલમત્તા ચોરી ગયા...

  • અંજારમાંથી 45,200ની ચોરી
    અંજારમાં બંધ ઘર ભાળી તસ્કરો ટીવી,લેપટોપ,ચાંદીના દાગીના તેમજ ગેસના બાટલા સહીતની કુલ રૂ.45,200ની માલમત્તા ચોરી ગયા હોવાની ફરિયાદ અંજાર પોલીસમાં ઁ નોંધાઇ છે. અંજારમાં શાળા નંબર 16 નજીક આવેલી ક્રિષ્ના નગર સોસાયટીમાં રહેતા ફરિયાદી અરવિંદ નાનાલાલ સોનીએ નોંધાવેલી ફરિયાદ મુજબ,તેમનો પરિવાર તા.22 ફેબ્રુ.થી 26 ફેબ્રુ. સુધી પાંચ દિવસ વડોદરા ગયા હતા તે દરમિયાન કોઇ તેમના ઘરના તાળાં તોડી ઘરમાંથી રૂ.18 ,000ની કિંમતનું ટીવી,રૂ.17,000ની કિમતનું લેપટોપ,રૂ.7,500ની કિમતના બે ગેસના બાટલા,રૂ.1500ની કિંમતના ચાંદીના સાંકળા,રૂ.600ની કિંમતના ચાંદીના સિક્કા અને રૂ.600 રોકડા તસ્કરો ઉપાડી ગયા છે. છેલ્લા કેટલાક સમયથી અંજાર શહેરમાં વાહન ચોરી કરતી ગેંગ સક્રિય છે,શહેરમાં જુગાર અને દારૂની બદી મોટા પ્રમાણમાં વધી ગઇ છે ત્યારે આ શહેરમાં ચોરીના વધતા બનાવો લોકો માટે ચિંતાજનક બની રહ્યા છે. શહેરમાં આવી પ્રવૃતિઓ ઉપર રોક આવે તેના માટે પોલીસ પેટ્રોલિંગ સઘન બનાવાય તેવી માંગ ઉઠી છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending