તા. પંચાયતની કા.ના ચેરમેનનું રાજીનામું ?

તા. પંચાયતની કા.ના ચેરમેનનું રાજીનામું ?

DivyaBhaskar News Network

Apr 10, 2018, 03:10 AM IST
ગાંધીધામ તાલુકા પંચાયતમાં ભાજપની આંતરીક ખટપટો વધી રહી છે. કથીત ભ્રષ્ટાચાર સહીતના મુદે સામસામા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. વિવાદના વમળમાં અટવાયેલી આ તાલુકા પંચાયતમાં ખટપટનું રાજકારણ ગરમ બની રહ્યું છે. તાલુકા પંચાયતની કારોબારી સમીતીના ચેરમેન રમેશ મ્યાત્રાએ અગમ્ય કારણોસર પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હોવાની વાત બહાર આવી છે. પંચાયત પ્રમુખને પત્ર પાઠવ્યા અંગે સુત્રો દ્વારા દાવો પણ કરવામાં આવી રહ્યો છે. પંચાયતના ભાજપના આગેવાનો જો આ રાજીનામું આવ્યું હોય તો તેનો સ્વીકાર કરે છે કે કેમ તેનું ચિત્ર આગામી દિવસોમાં સ્પષ્ટ થશે.

X
તા. પંચાયતની કા.ના ચેરમેનનું રાજીનામું ?
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી