• Home
  • Gujarat
  • Bhuj
  • Gandhidham
  • ભાજપના મહિલા કાર્યકરના પતિને હત્યા કેસમાં 10 વર્ષની સજા

ભાજપના મહિલા કાર્યકરના પતિને હત્યા કેસમાં 10 વર્ષની સજા

ભાજપના મહિલા કાર્યકરના પતિને હત્યા કેસમાં 10 વર્ષની સજા

DivyaBhaskar News Network

Apr 10, 2018, 03:10 AM IST
ગાંધીધામ ખાતે વર્ષ 2015માં ગાંધીધામ ભાજપના મહિલા કાર્યકરના પતિએ પોતાની પત્ની સાથે આડા સબંધો હોવાનું મનદુખ રાખી વડોદરાના શીવસેનાના કાર્યકરની કરેલી હત્યાના કેસમાં ગાંધીધામ સેશન્સ કોર્ટે આરોપીને 10 વર્ષની કેદ અને રૂ.1,00,000નો દંડની સજા સંભળાવી ધાક બેસાડતો ચુકાદો સંભળાવ્યો છે.

આ ચકચારી અને હાઇપ્રોફાઇલ મર્ડરના બનાવની વિગતો મુજબ,ગાંધીધામમાં રહેતા અને ભાજપના મહીલા કાર્યકર તરૂણા ચતુરાણીને વડોદરાના શીવસેનાના કાર્યકર મનજિત રાજકુમાર જ્ઞાનચંદાણીને આડા સબંધો હોવાની શંકાને કારણે અવાર નવાર તરૂણાબેન અને રાજેશ ચતુરાણી વચ્ચે કંકાસ થતો ,આ શંકાને કારણે વધી ગયેલા કંકાસને પગલે બનાવના દિવસે મનજીત

... અનુસંધાન પાના નં.7



વડોદરાથી ગાંધીધામ આવ્યો હતો અને તરૂણાબેનાન પતિ રાજેશ ચતુરાણીએ તેનું 21 જુન 2015ના સવારે 7.30 વાગ્યાના આરસામાં છરીના ઘા ઝીંકી હત્યા કરી હતી,ઘટના બાદ પોલીસે કરેલી પ્રાથમીક તપાસમાં જણાવાયું હતું કે,મૃતક મનજીત અને તરૂણા એકમેક સાથે સંપર્કમાં હતાતેનાથી રાજેશ નારાજ રહેતો હતો,જેને પરિણામે રાજેશ અને તરૂણાના દાંપત્યજીવનમાં ભારે ખટરાગ રહેતો હોવાથી મનજીત બનાવના દીવસે આ અંગે વાતચીત કરવા વડોદરાથી તેના ઘરે ગયો હતો ત્યારે આ બનાવ બન્યો હતો.હત્યા કરી રાજેશ ફરાર થઇ ગયો હતો જેને થોડા દીવસોમાંજ પકડી લેવાય બાદ તપાસ પુર્ણ થયે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરાઇ હતી જેમાં ફરિયાદ પક્ષે 24 સાહેદોની તપાસ કરાઇ હતી તેમજ 42 દસ્તાવવેજી પુરાવા રજુ કરાયા હતા,આ કેસમાં ગાંધીધામ સેશન્સ કોર્ટના એડીશનલ જજ વી.એ.બુધ્ધે આરોપી રાજેશ ચતુરાણીને આઇપીસીની કલમ 304(બી) હેઠળ દોષી ઠેરવી 10 વર્ષની કેદની સજા અને રૂ.1 લાખનો દંડની સજા ફટકારી હતી.આ કેસમાં સરકારી વકીલ કુ.હિતેષી ગઢવીએ ધારદાર દલીલો કરી ગુનો સાબિત કર્યો હતો.



એક લાખ મૃતકની વિધવા માતાને અપાશે

મૃતક મનજીત જ્ઞાનચંદાણી તેની વિધવા માતાનો એકનો એક દિકરો હતો અને પુત્રના મોત બાદ હવે તેનો કોઇ આધાર ન રહેતાં તેને વળતર આપવા સરકારી વકીલ હિતેષી ગઢવીએ કરેલી દલીલો ગ્રાહ્ય રાખી કોર્ટે આરોપીને રૂ.1,00,000નો દંડ ફટકારી આ રકમ મૃતકની માતાને વળતર પેટે આપવા આદેશ કર્યો હતો.

X
ભાજપના મહિલા કાર્યકરના પતિને હત્યા કેસમાં 10 વર્ષની સજા
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી