ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Bhuj » Gandhidham» અધર ઇન્ટરેસ્ટના ટ્રસ્ટી માટે કમઠાણ

    અધર ઇન્ટરેસ્ટના ટ્રસ્ટી માટે કમઠાણ

    DivyaBhaskar News Network | Last Modified - Mar 24, 2018, 03:10 AM IST

    દીન દયાલ પોર્ટના અધર ઇન્ટ્રેસ્ટના ચાર ટ્રસ્ટીઓની મુદ્દત આગામી 31મીના પૂર્ણ થઇ રહી છે. તેની જગ્યાએ સ્થાન...
    • અધર ઇન્ટરેસ્ટના ટ્રસ્ટી માટે કમઠાણ
      અધર ઇન્ટરેસ્ટના ટ્રસ્ટી માટે કમઠાણ

      દીન દયાલ પોર્ટના અધર ઇન્ટ્રેસ્ટના ચાર ટ્રસ્ટીઓની મુદ્દત આગામી 31મીના પૂર્ણ થઇ રહી છે. તેની જગ્યાએ સ્થાન મેળવવામાં હાલ ભાજપમાં દોડધામ ચાલી રહી છે. મહત્વના ગણાતા અને દેશના મેજર પોર્ટમાં સતત 10 વર્ષથી નંબર વનનું સ્થાન મેળવેલ બોર્ડના ટ્રસ્ટી મંડળમાં સ્થાન મેળવવું અગત્યનું હોવાથી મોટા ગજાના આગેવાનોએ પણ આ બાબતે ઝૂકાવ્યું છે.

      આ બંદરનો સઘળો વહીવટ એક બાજુ પારદર્શક અને ભ્રષ્ટાચાર વિહિન થાય તે માટે તાજેતરમાં જ આવેલા ઉત્સાહી અને કડક અધિકારી તરીકે છાપ ધરાવતા ઇન્ચાર્જ ચેરમેન સંજય ભાટીયાએ પોતાનો અભિગમ પ્રથમથી જાહેર કરી દીધો છે ત્યારે બીજી તરફ જોવામાં આવે તો કેટલાક કર્મચારી અને કેટલાક અધિકારીઓ મલાઇ ખાવામાં અગ્રેસર હોવાથી તેઓ આ પદ્ધતિ પચાવી શકે છે કે નવા અધિકારીને શીશામાં ઉતારી લે છે તે તો આગામી દિવસોમાં સ્પષ્ટ થશે. હાલ બોર્ડમાં અધર ઇન્ટ્રેસ્ટના ટ્રસ્ટી માવજીભાઇ સોરઠીયા, ભરત રાજગોર વગેરેની મુદ્દત પુરી થતાં તેને રીપીટ કરવામાં આવે છે કે કેમ તે એક પ્રશ્ન છે. જ્યારે બીજી તરફ આ મુદ્દત પુરી થતાં તેના સ્થાને સ્થાન મેળવવા માટે ભાજપના ટોચના નેતાઓ પણ હરીફાઇમાં ઉતર્યા હોય તેવું વાતાવરણ છે. રાજકીય દાવપેચ રમીને આ મહત્વના બોર્ડમાં સ્થાન મળે તે માટે અત્યારથી પોતાના ગોડફાધરનો સંપર્ક સાધીને છેડા અડાવવાની પ્રવૃતિ શરૂ થઇ ગઇ છે. જોકે, એક અભિગમ એવો પણ છે કે, આ સ્થાન પર સ્થાનીક હોય તે અને ફ્રી હોલ્ડની જમીનના અભ્યાસુ તથા પોર્ટના અન્ય વિકાસને લગતા કામોથી માંડીને વહીવટનો સારો અભ્યાસ હોય તેવા આગેવાનને જો સ્થાન આપવામાં આવે તો હાલ જે પોર્ટનું વાતાવરણ ખરાબ છે અને કેટલાક કિસ્સામાં અધિકારી સુધી છાંટા પણ ઉડ્યા છે. તેની ઉપર અંકુશ આવે અને સઘળો વહીવટ સારી રીતે થાય પણ આ બાબતે ભાજપમાં ટોચની નેતાગીરી શું વલણ દાખવે છે તેની ઉપર પણ સઘળો મદાર રહેશે.

      અગાઉ સભ્યની વરણીમાં વિવાદ પણ થયા છે

      યુપીએના શાસન વખતે ચૂંટણી પહેલા રાતોરાત નિમણુંક કરી દેવામાં આવી હતી. મહાવીરસિંહ ગોહિલ, યુનિસ પટેલે વગેરે સભ્યોની ઇન્ટ્રેસ્ટના ટ્રસ્ટી તરીકે વરણી થયા પછી રાજકીય સમીકરણો બદલાયા હતા અને એનડીએનું શાસન આવતાં આ નિમણુંકો રદ્દ કરી દેવામાં આવી હતી.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: અધર ઇન્ટરેસ્ટના ટ્રસ્ટી માટે કમઠાણ
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    Top
    `