30 હજારથી વધુ લેણાંની પઠાણી ઉઘરાણી કરાશે

અંજાર નગરપાલિકા દ્વારા વેરા વસૂલાતની ઝૂંબેશના ભાગરૂપે પઠાણી વસૂલાત કરવા માટે મન બનાવવામાં આવ્યું છે. 30 હજારથી...

DivyaBhaskar News Network | Updated - Mar 24, 2018, 03:10 AM
30 હજારથી વધુ લેણાંની પઠાણી ઉઘરાણી કરાશે
અંજાર નગરપાલિકા દ્વારા વેરા વસૂલાતની ઝૂંબેશના ભાગરૂપે પઠાણી વસૂલાત કરવા માટે મન બનાવવામાં આવ્યું છે. 30 હજારથી વધુ રકમના બાકી લેણાં બાકી રહેતા હશે તેની વસૂલાત દરમિયાન બાકીદાર રકમ ભરવાની ના પાડશે તો જપ્તી વોરંટથી જપ્તી અને નળ કનેકશન કાપવાની પાલિકા દ્વારા જાહેરાત કરવામાં આવી છે. માર્ચ માસ પુરો થવાને ગણતરી દિવસો બાકી છે તેવા સંજોગોમાં પાલિકાની તિજોરીમાં વેરાની વસૂલાત વધુને વધુ આવે તે માટે પાલિકા દ્વારા પગલા ભરવામાં આવી રહ્યા છે. ચીફ ઓફિસર સંજય પટેલે જણાવ્યું છે કે, તા.24 અને 25 રજાના દિવસે વેરા વસૂલાત ઝૂંબેશ ચાલુ રહેશે. બાકીદારોએ લેણાની રકમ ઓફિસ સમય દરમિયાન ભરી શકે તે માટે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. વેરા વસૂલાતની કાર્યવાહી કડક રીતે કરવામાં આવી રહી છે.

X
30 હજારથી વધુ લેણાંની પઠાણી ઉઘરાણી કરાશે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App