Divya Bhaskar

Home » Gujarat » Bhuj » Gandhidham » ઓડીટ કરવા આવેલા કર્મી ખુરશી પર બેઠા બેઠા સુઇ ગયા

ઓડીટ કરવા આવેલા કર્મી ખુરશી પર બેઠા બેઠા સુઇ ગયા

Divyabhaskar.com | Updated - Mar 24, 2018, 03:10 AM

ગાંધીધામ પાલિકાના ઓડીટની કામગીરી ગત વર્ષે જ લોકલ ફંડ દ્વારા કરવામાં આવી હતી. એલ.એફ.ની કામગીરી પછી કોઇ કારણોસર...

  • ઓડીટ કરવા આવેલા કર્મી ખુરશી પર બેઠા બેઠા સુઇ ગયા
    ગાંધીધામ પાલિકાના ઓડીટની કામગીરી ગત વર્ષે જ લોકલ ફંડ દ્વારા કરવામાં આવી હતી. એલ.એફ.ની કામગીરી પછી કોઇ કારણોસર એ.જી.નું ઓડીટ લાવવા માટે પણ પ્રયત્નો થયા હતા. આ પ્રયત્નોનું પરીણામ હોય કે રૂટીન કામગીરી પાંચેક દિવસથી એ.જી. ઓડીટની ટીમે ધામા નાખ્યા છે. જોકે, આ અધિકારીઓ શું કામ આવ્યા છે અને શું રીપોર્ટ તૈયાર કરી રહ્યા છે તેની જાણકારી આપવા તૈયાર નથી પરંતુ સવારથી સાંજ સુધી જુદા જુદા દસ્તાવેજો અને ઠરાવ સહિતના ખાંખાખોળા કરી રહ્યા છે. જેમાંથી કાંઇક કાઢવાનો પ્રયત્ન કરતા હોય તેવું જણાઇ રહ્યું છે. દરમિયાન ગઇ કાલે સભાખંડની બાજુમાં આવેલા રૂમમાં બેસેલા એક કર્મચારી ખુરશી પર બેઠા બેઠા જ સાંજના સમયે નિંદ્રાધીન થઇ ગયા હતા. પાછળથી અન્ય કર્મચારી આવતાં આ કર્મચારીની આંખ ખુલી હતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending