મામલતદાર રોડ પર આખલાનો આતંક

DivyaBhaskar News Network

Mar 16, 2018, 03:10 AM IST
મામલતદાર રોડ પર આખલાનો આતંક
ગાંધીધામ નગરપાલિકા દ્વારા શહેરમાં રખડતા ભટકતા આખલાના ત્રાસમાંથી લોકોને મુક્તિ આપવાના હેતુથી અગાઉ અભિયાન હાથ ધરવામાં આવ્યા પછી 500થી 600 આખલા પકડ્યા બાદ પાલિકા હાંફી ગઇ હતી. પાણીમાં બેસી જઇ અભિયાન પડતું મુકી દીધા બાદ ફરી સંકુલના જુદા જુદા વિસ્તારમાં આખલાનો ત્રાસ વધી ગયો છે. આજે ફરી એક વખત મામલતદાર કચેરી રોડ પર તેનું પુનરાવર્તન થતાં આ મહિલા કાર્યકર પાલિકા દોડી આવી હતી. મામલતદાર રોડ પર આખલાએ આતંક મચાવ્યો હતો. બે દિવસ પહેલા પણ આવું જ દ્રશ્ય ઉભું થયું હતું.

સંકુલમાં ઢોરનો ત્રાસ દૂર કરવા માટે પાલિકા દ્વારા થોડા સમય પહેલા આદરેલા અભિયાનમાં શરૂઆતના તબક્કે જ ઢોર પકડવાના દિવસે પાલિકાના કાફલાને વિરોધનો સામનો કરવો પડ્યો હતો. જેને કારણે ગાયોને પકડવાનું પડતું મુકીને માત્ર આખલા પકડવાનું નક્કી કર્યું હતું. એકાદ મહિના સુધી ચાલેલી આ આખલા પકડવાની ઝૂંબેશમાં 500થી 700 જેટલા આખલાને પકડીને રામલીલા મેદાનમાં મુકી દેવામાં આવ્યા હતા. ફરી એક વખત આ ઝૂંબેશ શરૂ કરવી પડે તેવી સ્થિતિ ઉભી થઇ છે. પોતાને ભાજપની હોદ્દેદાર ગણાવતા ધર્મિષ્ઠાબેન ગોર આજે મામલતદાર કચેરી રોડ પર પોતાની કાર લઇને પસાર થઇ રહ્યા હતા ત્યારે બપોરના સમયે આખલાએ તેની કારને ટક્કર મારી હતી. જેને કારણે નુકશાન પહોંચ્યું હતું. આખલાની ટક્કરથી બચી ગયેલી આ કાર્યકરે પાલિકામાં આવીને રજૂઆત કરી હતી. ચીફ ઓફિસર નીતિન બોડાતને રજૂઆત માટે પહોંચેલી કાર્યકરને રાહ જોવડાવતા દરવાજો ખોલીને અધિકારીને રજૂઆત કરી હતી.

દરમિયાન ભારતનગરમાં થોડા દિવસ પહેલા આખલાએ મહિલાને ઇજા પહોંચાડી હતી. આવા જ અન્ય કિસ્સામાં ટાગોર રોડ પર વાહનચાલકને આખલાએ અડફેટે લેતાં ચાલકને ઇજા પહોંચી હતી. જ્યારે સુંદરપુરી વિસ્તારમાં પણ રસ્તા પર અડીંગો જમાવીને બેઠેલા ઢોરે વાહન ચાલકને અડફેટે લેતાં ઇજા પહોંચ્યાનો બનાવ બન્યો હતો. ચિંતાજનક રીતે આ વધી રહેલા બનાવને ધ્યાનમાં રાખીને નગરપાલિકા દ્વારા યોગ્ય પ્રમાણમાં આયોજન કરી લોકોને આખલાના ત્રાસમાંથી મુક્તિ અપાવવા અભિયાન શરૂ કરવા મૂહુર્ત ન જોવે તે જરૂરી છે. હવે પાલિકા શું કરેછે તે જોવું રહ્યું.

કારને થયેલું નુકશાન અને રજૂઆત

સીઓ મળે કેમ નહીં? સરકારી નોકર છે

રજૂઆત કરવા આવેલા અને પોતાની ઓળખ ભાજપના હોદ્દેદાર તરીકે આપી રહેલી યુવતીએ પાંચેક મીનીટ ચીફ ઓફિસરની ચેમ્બરની બહાર પટ્ટાવાળા સાથે રકઝક કરી હતી. ફોન ચાલુ હોવાનું કહીને પછી સાહેબ બોલાવશે તેમ કહીને જાણ કરતાં યુવતીએ કેમ ન મળે તેમ કહીને સરકારી નોકર છે અને હું ભાજપની હોદ્દેદાર છું તેમ કહીને રજૂઆત કરી હતી. આ કાર્યકરના જણાવ્યા મુજબ તેઓએ આ બાબતે પગલા ભરવા સંસદસભ્ય વિનોદ ચાવડાને પણ રજૂઆત કરી છે. ઉલ્લેખનીય છે કે, ગયા મહિને પણ આ મહિલા કાર્યકરની કારને આખલાએ અડફેટે લેતાં કારને નુકશાન પહોંચ્યું હતું જ્યારે આજે તો તેનો બચાવ આખલાની અડફેટે આવતાં થયો હતો.

ભરૂચની જેમ ગાંધીધામ પાલિકા કેમ ન જાગે?

ભરૂચમાં તાજેતરમાં બોર્ડની પરીક્ષા આપીને ઘરે જઇ રહેલા વિદ્યાર્થીને આખલાએ અડફેટે લેતાં મોત થયું હતું. આ મામલે પાલિકા દ્વારા પગલા ભરવામાં ન આવતાં કલેક્ટર સહિતનાને રજૂઆત કરવામાં આવ્યા પછી આખરે પાલિકાએ આખલા પકડવાની કામગીરી કરવાની ફરજ પડી હતી. પરંતુ અહીં તો સંકુલમાં જોઇએ તો આવી રીતે લોકોની સમસ્યાનો પડઘો પાડવા માટે કોઇ આગેવાનોની સક્રિયતા જણાતી નથી. માત્ર કાર્યકરો કે રાજકીય નેતાઓ પોત-પોતાના રોટલા શેકવાની બાબત હોય ત્યાં જ રસ લેતા હોય તેવું ચિત્ર છે.

X
મામલતદાર રોડ પર આખલાનો આતંક
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી