Home » Gujarat » Bhuj » Gandhidham » આદિપુરમાં ક્રિકેટનો સટ્ટો રમાડતો શખસ ઝડપાયો

આદિપુરમાં ક્રિકેટનો સટ્ટો રમાડતો શખસ ઝડપાયો

Divyabhaskar.com | Updated - Mar 16, 2018, 03:10 AM

  • આદિપુરમાં ક્રિકેટનો સટ્ટો રમાડતો શખસ ઝડપાયો
    20 હજારની રોકડ પણ પોલીસે પકડી પાડી

    ક્રાઇમ રીપોર્ટર. ગાંધીધામ

    આદિપુરમાં ભારત બાંગ્લાદેશ વચ્ચેની મેચનો સટ્ટો રમાડી રહેલો શખ્સ રૂ.19,800ની રોકડ સાથે પોલીસે પકડ્યો હતો.આ બાબતે પ્રાપ્ત વીગતો મુજબ છ વાળી સીએએક્સના રૂમ નંબર 55માં રહેતા સંજય ઉર્ફે સંજુ શ્યામદાસ આસવાણી પોતાના ઘર નજીક ઝાડ નીચે બેસી ભારત બાંગ્લાદેશ વચ્ચે ચાલી રહેલી ટી-20 ક્રિકેટમેચ ઉપર મોબાઇલના ઉપયોગ કરી હારજીતનો સટ્ટો રમાડી રહ્યો હતો તેને રૂ.10,000 રોકડા,ત્રણ મોબાઇલ સહિત રૂ.19,800ના મુદ્દામાલ સાથે પકડી લીધો હતો.તેની સામે ગુનો નોંધી આદિપુર પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.હવે જ્યારે આઇપીએલની સિઝન આવી રહી છે ત્યારે સટ્ટોડીયાઓની સિઝન ખુલવાની છે ત્યારે પોલીસ પણ સતર્ક થઇ છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ