Home » Gujarat » Bhuj » Gandhidham » ગાંધીધામમાં શિવગ્રૂપના છ સ્થળો પર ઇન્કમટેક્સ વિભાગના દરોડા

ગાંધીધામમાં શિવગ્રૂપના છ સ્થળો પર ઇન્કમટેક્સ વિભાગના દરોડા

Divyabhaskar.com | Updated - Mar 16, 2018, 03:10 AM

ગાંધીધામમાં ઈંક્મટેક્સ વિભાગની ઈન્વેસ્ટીગેશન વીંગએ ગુરુવારે સ્થાનીક ટીમને સાથે રાખી રાજકોટ, જામનગરની ટીમે...

  • ગાંધીધામમાં શિવગ્રૂપના છ સ્થળો પર ઇન્કમટેક્સ વિભાગના દરોડા
    ગાંધીધામમાં ઈંક્મટેક્સ વિભાગની ઈન્વેસ્ટીગેશન વીંગએ ગુરુવારે સ્થાનીક ટીમને સાથે રાખી રાજકોટ, જામનગરની ટીમે સંકુલના શીપીંગ ક્ષેત્રે જાણીતા શીવ ગ્રુપના છ પ્રીમાઈસીસીસ પર દરોડા પાડ્યા હતા. સમગ્ર તપાસ કામગીરી આખી રાત ચાલે તેવી સંભાવના સતાવાર સુત્રોએ વ્યક્ત કરી હતી.

    ઈંકમટૅક્સ વિભાગની ઈન્વેસ્ટીગેશન વીંગના રાજકોટ કમીશ્નર પંકજ શ્રીવાસ્તવ, સ્થાનીક આ. કમીશ્નર આદીત્ય બીક્રમની આગેવાનીમાં ગાંધીધામમાં શીપીંગ ક્ષેત્ર સાથે જોડાયેલા શીવ ગ્રુપની પેઢીઓ શીવ શીપીંગ, શીવ લોજીસ્ટીક, શીવ હેન્ડંલીંગ એજન્સી, ટાયર્સ, રવેચી ટ્રાન્સપોર્ટ પર ગુરુવારના બપોરના ભાગે આવકવેરા વિભાગની 6 ટીમે છ સ્થળોએ દરોડૉ પાડ્યો હતો. ચોપડે દેખાડવામાં આવે, તેથી વધુ આવક, ટૅક્સ ચોરી સહિતના કારણોના આધારે હાથ ધરવામાં આવેલી આ કામગીરી ગુરુવારના આખી રાત ચાલશે તેવી સંભાવના સતાવાર સુત્રોએ વ્યક્ત કરી હતી. તાજેતરમાં સંકુલમા નાના મોટા રીકવરી સર્વે હાથ ધરાયા બાદ કરવામાં આવી રહેલી સૌથી મોટી કાર્યવાહિ છે. જેમા અમદાવાદથી એક, રાજકોટ અને જામનગરથી 3 3 એમ કુલે સાત અધિકારીઓ અને 15 ઈન્સેપક્ટરો સામેલ છે. માર્ચ મહિનો નજીક આવતાજ રેવન્યુ સાથે સંકડાયેલા જીએસટી, આઈટી સહિતના ડીપાર્ટમેન્ટ દ્વારા કામગીરી વધારી દેવામાં આવી છે.

    રાજકોટ, જામનગર, અમદાવાદના અધિકારીઓની ટીમ ત્રાટકી

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending