Divya Bhaskar

Home » Gujarat » Bhuj » Gandhidham » મહાબંદરોના ખાનગીકરણ થકી કામદારોના હિતને નુકશાન

મહાબંદરોના ખાનગીકરણ થકી કામદારોના હિતને નુકશાન

Divyabhaskar.com | Updated - Mar 20, 2018, 03:10 AM

ઓલ ઇન્ડીયા પોર્ટ એન્ડ ડોક વર્કસ ફેડરેશનનું રાષ્ટ્રીય અધિવેશન તા. 13 થી 15 માર્ચના કોચીન પોર્ટ ખાતે યોજવામાં આવ્યું...

  • મહાબંદરોના ખાનગીકરણ થકી કામદારોના હિતને નુકશાન
    ઓલ ઇન્ડીયા પોર્ટ એન્ડ ડોક વર્કસ ફેડરેશનનું રાષ્ટ્રીય અધિવેશન તા. 13 થી 15 માર્ચના કોચીન પોર્ટ ખાતે યોજવામાં આવ્યું હતું જેમાં વિશેષ રીપોર્ટ રજુ કરીને દેશના મહાબંદરો અને કામદારોને બચાવવાનું સુત્ર રજુ કરાયું હતું. મહાબંદરોનું ખાનગીકરણ કરી ભારત સરકાર કામદારોના હીતને ભારે નુકશાન કરી રહ્યા હોવાનેા સુર પણ વ્યકત કરવામાં આવ્યો હતો.

    ભારત સરકારના પુર્વ કેન્દ્રીય મંત્રી વ્યાતાર રવિ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવેલા અધિવેશનમાં ફેડરેશનના પ્રમુખ મહોમ્મદ હનીફએ વિશેષ રીપોર્ટ રજુ કર્યો હતો જેમાં દેશના મહાબંદરો તથા તેના કામદારોને બચાવવાના સુત્ર રજુ કર્યા હતા. ભારત સરકાર તથા મહાબંદરોના પ્રશાસન તરફથી બંદર અને ગોદી કામદારો પ્રત્યે કામદાર વિરોધી વલણની જાણકારી આપી તેઓએ જણાવ્યું હતું કે મહાબંદરોના વિકાસમાં કામદારોનું મહત્વપુર્ણ અને વિશેષ ફાળો છે. મહાબંદરોને જે આજની પરીસ્થિતિમાં લઇ આવવા માટે કામદારોએ તેમની મહેનતથી પાયા નાંખ્યા છે. જેથી આજે આયાત નિકાસમાં ભારે વેગ આવ્યો છે. જેના કારણે મહાબંદરોની આર્થિક પરીસ્થિતિમાં મહત્વપુર્ણ સુધારો થયો છે. મહાબંદરોનું ખાનગીકરણ કરી કામદારોના હીતોનું ભારે નુકશાન કરવામાં આવી રહ્યું છે. આ પ્રસંગે મુખ્ય અતિથી મુંબઇ પોર્ટના ચેરમેન અને દીનદયાલ પોર્ટના ઇન્ચાર્જ ચેરમેન સંજય ભાટીયાએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યુ હતુ. મહાબંદરોના વિકાસ ભ્રષ્ટાચાર રહીત કામગીરી, કામદારોના વેજ રીવીજન અંગે ચર્ચા કરી યોગ્ય નિર્ણય કરવા આશ્વાસન આપ્યું હતું. બંદર અને ગોદી કામદારોને આશ્વાસન આપી તેમની કાનુની લડતમાં હંમેશા સહકાર આપશે તેવી ખાત્રી આપી હતી.

    રહેણાંકના પ્લોટનો મુદો ઉભો થયો

    અધિવેશનમાં કડલાના હાજર રહેલા પ્રતિનીધીઓએ ચર્ચામાં ભાગ લીધો હતો. દિનદયાલ પોર્ટ ટ્રસ્ટમાં બાકી રહી ગયેલા કામદારોને રહેણાંકના પ્લોટ એલોટ કરવા માટેની ખાસ સ્કીમને સરકાર મંજુરી આપે તે માટે ફેડરેશનને આ મુદો શીપીંગ મંત્રાલય પાસે રજુ કરવા નિર્ણય લીધો હતો. ટ્રાન્સપોર્ટ એન્ડ ડોક વર્કસ કંડલાની 11 મહીલાઓ સાથે 46 ડેલીગેટોએ હાજરી આપી હતી જેમાં યુનીયનના મહામંત્રી મનોહર બેલાણીએ માર્ગદર્શન આપ્યું હતું.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending