કંડલામાં ત્રણ હજારના શરાબ સાથે બે પકડાયા

કંડલાના મીઠા પોર્ટના રસ્તા પર અંગ્રેજી શરાબની 30 ક્વાર્ટર બોટલ સાથે બે શખસો પકડાયા હતા.આ બાબતે પ્રાપ્ત વીગતો...

DivyaBhaskar News Network | Updated - Mar 19, 2018, 03:10 AM
કંડલામાં ત્રણ હજારના શરાબ સાથે બે પકડાયા
કંડલાના મીઠા પોર્ટના રસ્તા પર અંગ્રેજી શરાબની 30 ક્વાર્ટર બોટલ સાથે બે શખસો પકડાયા હતા.આ બાબતે પ્રાપ્ત વીગતો મુજબ,કંડલા મરીન પોલીસના પીઆઇ એસ.બી.ઝાલાને મળેલી બાતમી આધારે વોચ ગોઠવતાં કંડલાના મીઠાપોર્ટના રસ્તે આવેલા ચામૂ઼ડા માતાજીના મંદિર પાસેથી પોર્ટ કોલોનીમાં રહેતા રાજુ કાના શેખવા અને મિતેષ દયારામ જોગીના કબજામાંથી અંગ્રેજી પ્રકારના શરાબના રુ.3000ની કિંમતના 30 ક્વાર્ટરીયા મળી આવતાં તેની સામે પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો કરી અટકમાં લીધા હતા.અહીં નોંધવું રહ્યું કે, સંકુલમાં દારૂની બદી પર અંકુશ લાવવા માટે છેલ્લા બે મહિનામાં પોલીસ દ્વારા વિવિધ સ્થળો પર દરોડાની કાર્યવાહી કરાઇ રહી છે. તો તાજેતરમાં નકલી અંગ્રેજી દારૂ બનાવતી ફેક્ટરી પણ પકડાઇ હતી.

X
કંડલામાં ત્રણ હજારના શરાબ સાથે બે પકડાયા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App