ગાંધીધામની સીટ્રાન્સ પેઢી પર ઈડીની તપાસ?

DivyaBhaskar News Network

Mar 19, 2018, 03:10 AM IST
ગાંધીધામની સીટ્રાન્સ પેઢી પર ઈડીની તપાસ?
સંકુલમાં કાર્યરત સી ટાન્સપોર્ટૅશન સાથે જોડાયેલી પેઢી પર માત્ર મોટા કેસોનેજ હેન્ડલ કરતી ઈન્ફોરસમેન્ટ ડાયરેક્ટરોટ એજન્સી દ્વારા તપાસ કરાઈ હોવાનું સુત્રોએ જણાવ્યુ હતુ.

આંતરીક આધારભુત સુત્રોના જણાવ્યા અનુસાર ગાંધીધામ આદિપુરમાં લાંબા સમયથી ટીમ્બર સહિતના ક્ષેત્ર સાથે જોડાયેલી અને ઉતરપ્રદેશનો સંપર્ક ધરાવતી સીટ્રાન્સ પેઢીમાં ગત સપ્તાહે ઈડીના બે અધિકારીઓની ટીમે પુછપરછ કરી પ્રાથમિક તપાસ કરી હતી. ઈડીના અધિકારીઓના સંકુલમાં આવ્યા હોવાની બાબત શીપીંગ અધિકારીઓમાં વહેતી થતા ચર્ચા ફેલાઈ હતી. અહિ નોંધવુ રહ્યુ કે તાજેતરમાંજ આવકવેરા વિભાગ દ્વારા શીવ શીપીંગ સહિત શીવ ગ્રુપના છ સ્થળો પર દરોડા પાડ્યા હતા.

X
ગાંધીધામની સીટ્રાન્સ પેઢી પર ઈડીની તપાસ?
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી