Home » Gujarat » Bhuj » Gandhidham » ઈફ્કોના અધિકારીઓ પ્રદુષણ વિભાગની વડી કચેરીએ તલબ

ઈફ્કોના અધિકારીઓ પ્રદુષણ વિભાગની વડી કચેરીએ તલબ

Divyabhaskar.com | Updated - Mar 19, 2018, 03:10 AM

ગાંધીધામના વિવિધ પ્રશ્નો અંગે સંકુલમાં આકાર લઈ રહેલા બીન રાજકીય અડીખમ મહિલા ગ્રુપ દ્વારા વિવિધ સ્તરે રજુઆતો...

  • ઈફ્કોના અધિકારીઓ પ્રદુષણ વિભાગની વડી કચેરીએ તલબ

    ગાંધીધામના વિવિધ પ્રશ્નો અંગે સંકુલમાં આકાર લઈ રહેલા બીન રાજકીય અડીખમ મહિલા ગ્રુપ દ્વારા વિવિધ સ્તરે રજુઆતો કરી હતી. ચીફ ઓફિસર અને પ્રદુષણ વિભાગ સાથે મુલાકાત કરી ગ્રુપના સંયોજકે તે અંગે ઉપયુક્ત કાર્યવાહિ કરવા માંગ કરી છે.

    કંડલામાં લાંબા સમયથી લોકોની આંખો બળવાના પ્રશ્ન ઉઠ્યા બાદ ઈફ્કો કંડલા પ્લાન્ટ દ્વારા ફેલાતા પ્રદુષણ અંગે પ્રદુષણ વિભાગની વડી કચેરીના આદેશ અનુસાર નોટીસ ફટકારીને ફરીથી પુનરાવર્તન ન થાય તે માટૅ સોગંદનામું લેવાયુ હોવાનું તેમજ ઈફ્કોના જબાબદાર અધિકારીઓને વડી કચેરીએ રુબરુ આવવા આદેશ થયાનું બીન રાજકીય અડીખમ મહિલા ગ્રુપના સંયોજક પુનમબેન જાટે જણાવ્યુ હતુ. તો કોઇપણ વિમાની મથકની આસપાસ 10 કિમીની રેન્જમાં ઘન કચરો બાળવા પર પ્રતિબંધ હોવા છતા ગાંધીધામ પાલીકા દ્વારા તેની અણદેખી કરી ઘન કચરાને સળગાવવામાં આવી રહ્યો છે, જેના કારણે જો કોઇ વિમાની દુર્ઘટના સર્જાશે તો પાલીકાને કરોડોનો ઘુંબો પડશે, જેથી તે બંધ થવુ જોઇએ, તેમજ કંડલા કોમ્પલેક્ષમાં આવેલી કંપનીઓ પ્રદુષણ ન ફેલાય તે માટૅ સોગંદનામા લેવાની તૈયારી હોવાનું જણાવ્યું હતું.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ