ખારીરોહરમાં ચોરાઉ ડિઝલ સાથે 1 ઝબ્બે, 2 ફરાર

DivyaBhaskar News Network

Mar 19, 2018, 03:10 AM IST
ખારીરોહરમાં ચોરાઉ ડિઝલ સાથે 1 ઝબ્બે, 2 ફરાર
ગાંધીધામના ખારીરોહર નજીક ચોરાઉ ડિઝલ સગેવગે કરી રહેલા ઇસમો પર પોલીસે ત્રાટકી રૂ.30,485ની કિંમતનું 455 લીટર ચોરાઉ ડિઝલ સાથે એકને પકડી લીધો હતો અન્ય બે ઇસમો નાસી છુટયા હતા.પકડાયેલા ઇસમ પાસેથી રૂ.40 હજારની બાઇક સહીત કુલ રૂ.71,535નો મુદ્દામાલ કબજે કરી બી-ડિવિઝન પોલીસે ગુનો નોંધી ફરાર આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

આ બાબતે બી-ડિવિઝન પીઆઇ આર.એલ.રાઠોડે વિગતો આપતાં જણાવ્યુ હતું કે, સંકુલમાં વધી રહેલા ડિઝલ ચોરીના બનાવોને ધ્યાનમાં રાખી સંવેદનશીલ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે ખાનગી રાહે મળેલી બાતમી મળી હતી કે ખારીરોહરના અનવર ઉર્ફે બફલો ઓસમાણ નીગામણા તથા સુલતાન ઉર્ફે સુલતી ગુલામહુશેન પરાર,દાઉદ ઉર્ફે મોગરો,હુશેન કુંભાર તેમજ તેની ટીમ ખારીરોહર એર લાઇનની નજીક બાવળની ઝાડીમાં ચોરી કે છળ કપટથી મેળવેલો ડિઝલનો જથ્થો પ્લાસ્ટિકના કેરબાઓમાં ભરી સગેવગે કરી રહ્યા છે ,સચોટ મળેલી બાતમીના આધારે દરોડો પાડતાં ખારીરોહરનો સુલતાન ઉર્ફે સુલતી ગુલામહુશેન પરાર પકડાઇ ગયો હતો અને પોલીસને જોઇ બે ઇસમો નાસી ગયા હતા.દરોડાની જગ્યામાંથી 35 લીટરની ક્ષમતા વાળા કેરબામાં રાખેલું રૂ.30,485ની કિમતનું 455 લીટર ચોરાઉ ડિઝલ,રૂ.40 હજારની કિંમતની જીજે-12-સીઆર-9593 નંબરની બાઇક,પાના-પકડ જેવા હથિયારો,મોબાઇલ અને રૂ.250 રોકડા મળી કુલ રૂ.71,535નો મુદ્દામાલ કબજે કરી સીઆરપીસી કલમ 102 મુજબ ગુનો નોંધી નાસી ગયેલા ઇસમોને પકડવા ચક્રો ગતિમાન કરાયા છે.

આરોપી સાથે ઝડપાયેલો મુદ્દામાલ

X
ખારીરોહરમાં ચોરાઉ ડિઝલ સાથે 1 ઝબ્બે, 2 ફરાર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી