ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Bhuj » Gandhidham» ટ્રાન્સપોર્ટરને તેના કર્મીઓએ 37.24 લાખનો ચુનો ચોપડ્યો

    ટ્રાન્સપોર્ટરને તેના કર્મીઓએ 37.24 લાખનો ચુનો ચોપડ્યો

    DivyaBhaskar News Network | Last Modified - Mar 19, 2018, 03:10 AM IST

    ગાંધીધામના ટ્રાન્સપોર્ટરે પોતાના ડ્રાઇવર અને કલીનર અંજારના મેઘપર બોરીચી નજીકથી ટેન્કરમાં રૂ.22.94 લાખના સોયાબિન...
    • ટ્રાન્સપોર્ટરને તેના કર્મીઓએ 37.24 લાખનો ચુનો ચોપડ્યો
      ટ્રાન્સપોર્ટરને તેના કર્મીઓએ 37.24 લાખનો ચુનો ચોપડ્યો
      ગાંધીધામના ટ્રાન્સપોર્ટરે પોતાના ડ્રાઇવર અને કલીનર અંજારના મેઘપર બોરીચી નજીકથી ટેન્કરમાં રૂ.22.94 લાખના સોયાબિન રિફાઇન ઓઇલ તેમજ રૂ.30,000 રોકડા લઇ કાનપુર યુપી નિકળ્યા બાદ તેના કોઇ જ સમાચાર ન મળતાં અંજાર પોલીસમાં ટેન્કર સહિત કુલ રૂ.37.24 લાખના કાવત્રાની ફરિયાદ નોંધાવતા ચકચાર મચી ગઇ હતી.

      મુળ જયપુર રાજસ્થાનના હાલે ગળપાદરના વર્ધમાનનગરમાં રહેતા ગોવિંદરામ રામજીવન જાટે અંજાર પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ,8 માર્ચે રાત્રે 8 વાગ્યાના આરસામાં મેઘપર કુંભારડી નજક આવેલા ગોકુલ એગ્રો સીસોર્સ લીમીટેડ મધ્યેથી આરજે-47-જીએ-0474 નંબરના ટેન્કરમાં સીતારામ રમેશકુમાર જાટ અને વિશ્રામ જાટ રૂ.22,94,500ની કિંમતનું 29935 કિ.ગ્રા. સોયાબીન રીફાઇન ઓઇલ લઇ યુપીના કાનપુર ખાતે ખાલી કરવા નિકળ્યા હતા જવા સમયે રૂ.10,હજાર રોકડા તેમજ તેમના ખાતામાં રૂ.20,000 ટ્રાન્સફર કર્યા તેના સહિત રૂ.30 હજાર રોકડા લઇ નિકળેલા તેનો પત્તો આજ સુધી નથી મળ્યો અને નિયત જગ્યાએ ઓઇલ પણ નથી પહોચ્યું હોવાથી આ કાવત્રું હોવાનું લાગતાં ફરીયાદ નોંધાવી છે.આ ટ્રાન્સપોર્ટરને રૂ઼.15 લાખના ટેન્કર સહીત હાલ રૂ.37,24,500નો ચુનો લાગી ગયો છે.પોલીસે ફરિયાદીની ફરિયાદના આધારે તાગ મેળવવા ચક્રો ગતિમાન કર્યા છે.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: ટ્રાન્સપોર્ટરને તેના કર્મીઓએ 37.24 લાખનો ચુનો ચોપડ્યો
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    Top
    `