Home » Gujarat » Bhuj » Gandhidham » પોર્ટ અને ગોદી કામદારોના પગાર વધારાનો મુદ્દો ગુંચવાયો

પોર્ટ અને ગોદી કામદારોના પગાર વધારાનો મુદ્દો ગુંચવાયો

Divyabhaskar.com | Updated - Mar 01, 2018, 03:10 AM

કેન્દ્ર સરકારના શિપિંગ મંત્રાલય દ્વારા રચાયેલી સમિતિ (બીડબલ્યુએનસી)ની એક વર્ષમાં આઠથી દશ બેઠકો મળી છે પરંતુ કોઇ...

  • પોર્ટ અને ગોદી કામદારોના પગાર વધારાનો મુદ્દો ગુંચવાયો
    કેન્દ્ર સરકારના શિપિંગ મંત્રાલય દ્વારા રચાયેલી સમિતિ (બીડબલ્યુએનસી)ની એક વર્ષમાં આઠથી દશ બેઠકો મળી છે પરંતુ કોઇ નિર્ણયાક તબક્કે કોઇ કાર્યવાહી થઇ નથી. આજ સુધી કામદારોની માગણીઓનું નક્કર પરીણામ આવ્યું નથી. સમયમર્યાદામાં પગાર વધારાનો અસરકારક વધારો કરવા માટે ઇન્ડીયન નેશનલ પોર્ટ એન્ડ ડોક વર્કર્સ ફેડરેશન (ઇન્ટુક) દ્વારા સમિતિના ચેરમેનને રજૂઆત કરવામાં આવી છે.

    બીડબલ્યુએનસીના સભ્ય અને ઇન્ટુક પોર્ટ ફેડરેશનના કાર્યકારી પ્રમુખ મોહન આસવાણીએ સમિતિના ચેરમેન સંજય ભાટીયા અને એમ.ડી. જર્નાદન રાવને લેખિતમાં ઉપરોક્ત બાબતે રજૂઆત કરી છે. 19-12-17 બાદ આ સમિતિની કોઇપણ બેઠક મળી નથી. જેને લીધે પોર્ટ અને ગોદી કામદારોને જે પગાર વધારો થવો જોઇએ તે પણ ગૂંચવાયો છે. આવી ગતિથી વેતનસમિતિ કાર્ય કરશે તો કામદારોને મોટાપાયે નુકશાન વેઠવું પડશે. કેન્દ્રના કર્મચારીઓને સાતમા વેતન પંચની ભલામણોના આધારે જે વધારાઓ થયા છે, જેના આધાર પર કામદારોની માગણીઓનું સમાધાન થઇ શકે છે. પરંતુ તે માટે સતત બેઠકો કરી હતી. શિપિંગ સચિવ ગોપાલકૃષ્ણનને પણ રજૂઆત કરી છે કે, મહત્વના મુદ્દા ખાસ કરીને 10 વર્ષનો સમયગાળો આ વેતન સમિતિના કામદારો, નેતાઓને માનવો જોઇએ. પગાર સ્કેલ કેન્દ્રના સ્તર, કેપીએસયુ જેવા હોવા જોઇએ. ફીટમેન્ટ લાભ અને કેફેટેરીયા જેવા લાભો પણ પોર્ટ અને ગોદી કામદારોને સી અને ડી ગ્રૂપને પણ મળવા જોઇએ. 11 મહાબંદરોના 45 હજાર કામદારોમાં અસંતોષની લાગણી પ્રવર્તતી રહી છે. આવનારા દિવસોમાં ધરણા, સૂત્રોચ્ચાર જેવી કાર્યવાહી કરવાની ફરજ પડશે તેવી પણ ચિમકી આપી છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ