ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Bhuj » Gandhidham» કંડલામાં જહાજમાંથી ઓઇલ લીકેજથી અફડાતફડી

    કંડલામાં જહાજમાંથી ઓઇલ લીકેજથી અફડાતફડી

    DivyaBhaskar News Network | Last Modified - Mar 01, 2018, 03:10 AM IST

    કંડલા પોર્ટ પર અવારનવાર દુર્ઘટનાઓ બની રહી છે. થોડા સમય પહેલા એસીડ લીકેજની ઘટનાની બની હતી. તે અંગે હજુ પોર્ટ...
    • કંડલામાં જહાજમાંથી ઓઇલ લીકેજથી અફડાતફડી
      કંડલામાં જહાજમાંથી ઓઇલ લીકેજથી અફડાતફડી

      કંડલા પોર્ટ પર અવારનવાર દુર્ઘટનાઓ બની રહી છે. થોડા સમય પહેલા એસીડ લીકેજની ઘટનાની બની હતી. તે અંગે હજુ પોર્ટ પ્રશાસન પગલા ભરી શકી નથી. તેવા સમયે આજે સાંજે રાત્રે જે ફર્નેશ ઓઇલ ભરેલું શીપ બર્થીંગ માટે લાંગરવાનું હતું તેમાં બપોરના સમયે એક ટાંકીમાંથી બીજી ટાંકીમાં ઓઇલ ટ્રાન્સફર કરતી વેળા લીકેજની ઘટના ઘટી હતી. આ બનાવને પગલે અંદાજે 30 લીટર ઓઇલ લીક થતાં દોડધામ મચી ગઇ હતી. પોર્ટ પ્રશાસન દ્વારા બૂમ દ્વારા ઓઇલ પાણીમાંથી બહાર કાઢી લેવામાં આવ્યો હોવાનો દાવો કરીને પર્યાવરણનો બચાવ કરાયાનું જણાવ્યું છે.

      સિદ્ધી મેળવતી વખતે નાના નાની બાબતોને પણ પહાડ જેવું સ્વરૂપ આપીને દીન દયાલ પોર્ટ દ્વારા 56ની છાતી બતાવવામાં આવે છે. પરંતુ પોર્ટ પર બનતી નાની નાની ઘટનાઓમાં પણ શરમના માર્યા જાણે ઘટનાને છૂપાવવાની હોય તેવી પદ્ધતિ અપનાવવામાં આવતી હોય છે તે ટીકા પાત્ર છે. સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ એમ.વી. એટ્લાન્ટીક નામનું જહાજમાં બપોરે ચાર કલાકે એક ટાંકીમાંથી બીજી ટાંકીમાં ઓઇલ ટ્રાન્સફર કરતી વેળા લીકેજની ઘટના બહાર આવી હતી. આ બ ાબતની જાણ થાય તે પહેલા તો અંદાજે 30 લીટર ઓઇલ લીક થયું હતું. જેને પગલે હાર્બલ માસ્ટર અને ઓઇલ પોલ્યુશન કંટ્રોલ ટીમને એલર્ટ કરી દેવાની ફરજ પડી હતી. ડ્રેમેજ કંટ્રોલની કાર્યવાહી ચાલુ રાખી અન્ય કોઇ નુકશાન ન થાય તે માટે જરૂરી તકેદારીના પગલા ભરાયાનો મોડેથી પોર્ટ પ્રશાસને દાવો કર્યો છે.

      જવાબદારો સામે પગલા ભરાશે?

      પોર્ટમાં થઇ રહેલા અકસ્માતના બનાવ અંગે કેટલીક વખત કર્મચારીઓની નિષ્કાળજી પણ બહાર આવી રહી છે. આજે બનેલી ઘટનામાં કોની જવાબદારી હતી અને તેની સામે કોઇ કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તે એક પ્રશ્ન છે.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: કંડલામાં જહાજમાંથી ઓઇલ લીકેજથી અફડાતફડી
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    Top
    `