Home » Gujarat » Bhuj » Gandhidham » ગાંધીધામમાં યોજાયેલી સ્કેટીંગ સ્પર્ધામાં 150 બાળકો જોડાયા

ગાંધીધામમાં યોજાયેલી સ્કેટીંગ સ્પર્ધામાં 150 બાળકો જોડાયા

Divyabhaskar.com | Updated - Mar 01, 2018, 03:10 AM

ગાંધીધામ : આશ્રય ચેરીટેબલ ટ્રસ્ટ અને એનઆર સ્કેટીંગ ક્લબ દ્વારા બે દિવસ માટે સ્કેટીંગ સ્પર્ધાનું આયોજન કરવામાં...

  • ગાંધીધામમાં યોજાયેલી સ્કેટીંગ સ્પર્ધામાં 150 બાળકો જોડાયા
    ગાંધીધામ : આશ્રય ચેરીટેબલ ટ્રસ્ટ અને એનઆર સ્કેટીંગ ક્લબ દ્વારા બે દિવસ માટે સ્કેટીંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ઓસ્લો સ્કેટીંગ રીંગમાં યોજાયેલી આ સ્પર્ધામાં ડૉ. કાયનાત અંસારી, ખુશ્બુબેન, ભાગ્યશ્રીબેને હાજરી આપી હતી. 150 જેટલા બાળકોએ ભાગ લીધો હતો. જેમાં પ્રથમ, દ્વિતિય અને તૃતિય ક્રમે વિજેતા થયેલા બાળકોને પુરષ્કૃત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં બાળકોને રમત-ગમત વિશે માહિતી અને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા પારસ વાઘેલા, મનમીત શહાની, ઝરણા ઠક્કર, મુકેશ અંગરીશ વગેરેએ જહેમત ઉઠાવી હતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ