ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Bhuj » Gandhidham» કંડલામાં 2 ડમ્પર વચ્ચે દબાતા ચાલકનું મોત

    કંડલામાં 2 ડમ્પર વચ્ચે દબાતા ચાલકનું મોત

    DivyaBhaskar News Network | Last Modified - Mar 01, 2018, 03:10 AM IST

    પોર્ટના કાંટા નંબર 11 પર કોલસો ભરી વજન કરાવતી વખતે સાઇડમાં ઉભેલા એક ચાલકને બીજા ડમ્પર ચાલકે અડફેટે લીધો ક્રાઇમ...
    • કંડલામાં 2 ડમ્પર વચ્ચે દબાતા ચાલકનું મોત
      કંડલામાં 2 ડમ્પર વચ્ચે દબાતા ચાલકનું મોત
      પોર્ટના કાંટા નંબર 11 પર કોલસો ભરી વજન કરાવતી વખતે સાઇડમાં ઉભેલા એક ચાલકને બીજા ડમ્પર ચાલકે અડફેટે લીધો

      ક્રાઇમ રીપોર્ટર. ગાંધીધામ

      કંડલા પોર્ટમાં ડમ્પરમાં કોલસો ભરી વજન કરાવવા સાઇડમાં ઉભેલા એક ડમ્પર ચાલકને બીજા ડમ્પર ચાલકે અડફેટે લેતાં તેને ખાનગી હોસ્પીટલ સારવાર અર્થે સારવાર માટે ખસેડાયા બાદ સારવાર દરમિયાન તેનું મૃત્યુ નિપજ્યું હતું.અકસ્માત બાદ અડફેટે લેનાર ડમ્પર ચાલક નાસી ગયો છે.

      આ બાબતે કંડલા મરિન પોલીસે આપેલી વિગતો મુજબ,મંગળવારે બપોરે 3 વાગ્યે ગાંધીધામના એવીબી ટ્રાન્સપોર્ટના ડમ્પર ચાલક મુળ પાલી રાજસ્થાનના 55 વર્ષીય શંકરસીંહ મંગળસિંહ રાઉત પોતાના જીજે-12-એયુ-7472 નંબરના ડમ્પરમાં કોલસો ભરાવી પોર્ટના 11 નંબરના કાંટા પર સાઇડમાં ઉભા રહી વજન કરાવી રહ્યા હતા ત્યારે જીજે-12-એવાય-3977 નંબરના અન્ય ડમ્પર ચાલકે તેમને અડફેટે લીધા હતા અને શંકરસિંહને બે ડમ્પર વચ્ચે દબાઇ જવાથી છાતીના ભાગે ગંભીર પ્રકારની ઇજાઓ થતાં તેમને ગાંધીધામની ખાનગી હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા જ્યાં બુધવારે સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું.આ અકસ્માત બાદ અડફેટે લેનાર ડમ્પર ચાલક નાસી ગયો છે ત્યો પોલીસે તેની સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.પોર્ટ પર આડેધડ ચાલતા મોટા વાહનો પર કોઇ રોક ન હોતાં અવારનવાર આ પ્રકારના જીવલેણ અકસ્માતો સર્જાય છે ત્યારે પોર્ટની અંદર બેરોકટોક ચાલતા વાહનો પર નિયંત્રણ જરૂરી બન્યું છે.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: કંડલામાં 2 ડમ્પર વચ્ચે દબાતા ચાલકનું મોત
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    Top
    `