વાલ્મિકી સમાજના 700 પરિવારને સુવિધાના ફાંફા

ગાંધીધામના વોર્ડ નં.9, નવી સુંદરપુરી વાલ્મીકી સમાજના 700 પરીવારને ભાજપના બે જૂથના સંઘર્ષને કારણે સુવિધા આપવામાં...

DivyaBhaskar News Network | Updated - Mar 21, 2018, 03:10 AM
વાલ્મિકી સમાજના 700 પરિવારને સુવિધાના ફાંફા

ગાંધીધામના વોર્ડ નં.9, નવી સુંદરપુરી વાલ્મીકી સમાજના 700 પરીવારને ભાજપના બે જૂથના સંઘર્ષને કારણે સુવિધા આપવામાં િવલંબ થઇ રહ્યો છે. વાલ્મીકી સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા આ બાબતે રજૂઆત કરીને જો પ્રશ્ન ન ઉકેલાય તો 12000 જેટલા મતદારો આગામી ચૂંટણીમાં મતદાનનો વિરોધ કરશે તેવી ચિમકી આપી છે.

વાલ્મીકી સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા પાલિકાના મુખ્ય અધિકારી, ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, પાલિકા પ્રમુખ ગીતાબેન ગણાત્રા વગેરેને પાઠવેલા પત્રમાં જણાવ્યું છે કે, શહેરની વચ્ચે હ્યદયસમા વોર્ડ નં.9માં નવી સુંદરપુરી વાલ્મીકી વાસ અને વણકર વાસ વચ્ચેના વિસ્તારમાં રહેતા 700 જેટલા સફાઇ કામદાર પરીવારો 40 વર્ષથી શ્રમયોગી તરીકે જીવન પસાર કરી રહ્યા છે. પાલિકામાં પણ ફરજ બજાવી રહ્યા છે. તેમને 20 વર્ષથી ભાજપ સાથે જોડાયેલા હોવા છતાં ભાજપના બે જૂથ વચ્ચેની લડાઇને કારણે રસ્તા, ગટર, પાણી, લાઇટ જેવી સુવિધાઓથી વંચિત રાખવામાં આવી રહ્યાનો આક્ષેપ કર્યો છે. હવે રજૂઆત પ્રત્યે ગંભીરતા દાખવીને પગલા ભરવામાં ન આવે તો 2019ની લોકસભાની ચૂંટણીમાં આ તમામ પરીવારો સાથે ગાંધીધામ શહેરમાં વસતા અલગ અલગ વિસ્તારના વાલ્મીકી સમાજના અંદાજે 12000 જેટલા મતદારો મતદાનનો વિરોધ કરશે. આ બાબતની જાણ ઉચ્ચ કક્ષાએ પણ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, ભાજપના મોટા ગજાના નેતાઓના રાજકારણની અસર પાલિકાના વિવિધ કામો પર પણ પડી રહી છે. જુથબંધીમાં રાચતા ભાજપની સામે વિપક્ષ વામણો પુરવાર થતો હોવાથી પાલિકાના વિવિધ પ્રશ્નો પ્રત્યે કેટલીક વખત સત્તાપક્ષ ઉદાસીન વલણ દાખવે છે, તેવી ફરિયાદ ઉઠે છે.

X
વાલ્મિકી સમાજના 700 પરિવારને સુવિધાના ફાંફા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App