ગણેશનગરમાં વ્યાજના રૂપિયા મુદે વિખવાદ

DivyaBhaskar News Network | Updated - Mar 21, 2018, 03:10 AM
ગણેશનગરમાં વ્યાજના રૂપિયા મુદે વિખવાદ
મારી મારી રૂપીયા પરત ન આપ્યા તો જાનથી મારી નાખવાથી ધમકી આપી

ક્રાઈમ રિપોર્ટર. ગાંધીધામ

ગાંધીધામના ગણૅશનગર વિસ્તારમાં એકાદ વર્ષે પુર્વે વ્યાજે લીધેલા રુપીયા પરત માંગણી કરી જો તે પરત ન આપે તો જાનથી મારી નાખવાની ધમકી અપાઈ હતી.

પોલીસમાંથી મળતી માહિતી અનુસાર ગાંધીધામના ગણૅશનગર વિસ્તારમાં રહેતા મનીષાબેન કિરણભાઈ સુરા મહેશ્વરીએ એકાદ વર્ષે પુર્વે હેમેંદ્ર સુરેંદ્ર માતંગ અને તેની સાસુ લક્ષ્મીબેન પાસેથી વ્યાજે રુપીયા લીધા હતા. જે અંગે આરોપી હેમેંદ્ર, તેની સાસુ લક્ષ્મીબેન અને પત્ની દ્વારા ફરીયાદીને તે રુપીયા આપી દેવા માટૅ બોલાચાલી કર્યા બાદ અપશબ્દોનો મારો ચલાવી ધકબુશટનો માર મારી, જો રુપીયા ન આપ્યા તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બી ડીવીઝન પોલીસે આ અંગે પોલીસ ફરિયાદ દાખલ કરી તપાસ આદરી હતી. અહિ નોંધવુ રહ્યુ કે વ્યાજે રુપીયાની લેતી દેતી કરવી, ફેરવવા અને વ્યાજખોરી જેવી બદી સંકુલમાં મોટા પાયે પ્રસરી છે. જેના કારણે પરીવારોના ભંગાણ, વિખવાદ, તડીપાર અને કેટલાક કિસ્સાઓમાં અપહરણની ઘટનાઓ પણ બની રહિ છે ત્યારે આ બદી પર તંત્ર કાબુ મેળવે તે આવશ્યક બન્યુ છે.

X
ગણેશનગરમાં વ્યાજના રૂપિયા મુદે વિખવાદ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App